અમદાવાદમાં યોજાયેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં લોન ટેનિસ ખેલાડી કાવ્ય સક્સેનાએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો

રાજ્યસ્તરીય સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓમાંથી 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો

MailVadodara.com - Lawn-tennis-player-Kavya-Saxena-won-a-bronze-medal-in-the-Khel-Mahakumbh-competition-held-in-Ahmedabad

વડોદરા જિલ્લાના પ્રતિભાશાળી લોન ટેનિસ ખેલાડી કાવ્ય સક્સેનાએ 10 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા સ્ટેટ લેવલ ખેલ મહાકુંભમાં બોયઝ અન્ડર-14 કેટેગરીમાં કાંસ્ય પદક મેળવી જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે.

આ રાજ્યસ્તરીય સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. કાવ્યે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમત, શિસ્ત અને દૃઢ મનોબળનું પ્રદર્શન કરીને આ સફળતા હાંસલ કરી. આ અગાઉ કાવ્ય સક્સેનાએ વર્ષ 2024માં સ્ટેટ લેવલ ખેલ મહાકુંભમાં બોયઝ અન્ડર-11 કેટેગરીમાં સોનુ પદક પણ જીત્યું હતું, જે તેની સતત શ્રેષ્ઠ કામગીરીને દર્શાવે છે.


કાવ્ય સક્સેના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હેડ કોચ વંદના મેડમના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યો છે. આ ઉપરાંત તેણે અમદાવાદ સ્થિત અલેક્ઝાન્ડર વાસ્કે ટેનિસ અકાદમીમાં પણ તાલીમ મેળવી છે, વંદના મૅડમની મહેનત, કોચિંગ અને સચોટ માર્ગદર્શન એ કાવ્યની સફળતામાં મહત્વપૂર્ણ ભાગ ભજવેલ છે.

Share :

Leave a Comments