વાઘોડિયા રોડ પર દારૂના કટિંગ સમયે LCB ત્રાટકી, 19 લાખના દારૂ સાથે બે ઝડપાયા, ત્રણ વોન્ટેડ જાહેર

એલસીબી ઝોન-3ની ટીમને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડવામાં સફળતા

MailVadodara.com - LCB-raided-during-liquor-cutting-on-Waghodia-Road-two-arrested-with-liquor-worth-Rs-19-lakh-three-declared-wanted

- પોલીસે સ્થળ પરથી રૂ.19.06 લાખનો વિદેશી દારૂ, બે મોબાઇલ રૂ.25 હજાર, ચાર વાહનો રૂ.7.50 લાખ તથા પ્લાસ્ટીકના ડ્રમ નંગ-26 મલી રૂ. 26.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા પીસીબી બાદ એલસીબી ઝોન-3ની ટીમને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડવામાં સફળતા મળી છે. બુટલેગર ભાવેશ રાજપૂતે મંગાવેલા દારૂનું વાઘોડિયા રોડ વિસ્તારમાં ટેમ્પોમાંથી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એલસીબીની ટીમે રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી બે જણા ઝડપાઇ ગયા હતા, જ્યારે બુટલેગર સહિતના ત્રણને વોન્ટેડ જાહેર કર્યાં છે. પોલીસે વિદેશી દારૂ રૂ.19.06 લાખ, ચાર વાહનો અને બે મોબાઇલ સહિત રૂ.26.59 લાખનો મુદ્દામાલ કબજે કરી કપુરાઇ પોલીસને સોંપ્યો છે.


એલસીબી ઝોન-3ની ટીમ 6 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, બુટલેગર ભાવેશ ચન્દ્રકાન્ત રાજપૂત (રહે.વુડાના મકાન, બાપોદ પાણીની ટાંકી, વાઘોડીયા રોડ, વડોદરા) વિદેશી દારૂનો જથ્થો બંધબોડી ટેમ્પોમાં ભરીને દારૂ મંગાવ્યો છે. હાલમાં વાઘોડીયા રોડથી નારાયણ ફ્લેટ તરફ જવાના રોડ પર વાસ તળાવ કીનારે ટેમ્પો ઉભો રાખીને પોતાના મળતીયા દ્વારા ટેમ્પામાંથી અલગ-અલગ ગાડીઓમાં દારૂના જથ્થાનું કટિંગ ચાલી રહ્યું છે.

બાતમીના આધારે એલસીબી ઝોન-3ની ટીમ બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી મીતેશ મહેશ રાજપૂત (રહે. લક્ષ્મીનગર સોસાયટી દયાલનગર પાસે વારસીયા રિંગ રોડ કીશનવાડી વડોદરા) તથા વિક્રમ પ્રતાપસિહ બારીયા (રહે. બી.એસ.યુ.પી આવાસ વુડાના મકાન બાપોદ પાણીની ટાંકી પાસે વાઘોડીયા રોડ વડોદરા)ને ઝડપી પાડ્યાં હતા.

જ્યારે સ્થળ પરથી ભાવેશ ચન્દ્રકાન્ત રાજપૂત (રહે.વુડાના મકાન બાપોદ પાણીની ટાંકી વાઘોડીયા રોડ વડોદરા), મહિન્દ્રા સ્કોર્પીયોનો ચાલક અને ટાટા ટેમ્પો લઈને આવનાર ચાલક પઠાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. પોલીસે સ્થળ પરથી રૂ.19.06 લાખનો વિદેશી દારૂ, બે મોબાઇલ રૂ.25 હજાર, ચાર વાહનો રૂ.7.50 લાખ તથા પ્લાસ્ટીકના ડ્રમ નંગ-26 મલી રૂ. 26.59 લાખનો મુદ્દામાલ કબજે કરી કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

Share :

Leave a Comments