લક્ષ્મીપુરા વિસ્તારમાંથી એલસીબી પોલીસે ૩ લાખના દારૂ સાથે એકને ઝડપ્યો, એક વોન્ટેડ

એલસીબી ઝોન-૧ની ટીમે બાતમી આધારે મધરાત્રે દરોડો પાડયો હતો

MailVadodara.com - LCB-police-arrested-one-person-with-liquor-worth-Rs-3-lakh-from-Laxmipura-area-one-wanted

- રેડ દરમિયાન કારમાંથી દારૂની પેટી ઉતારી રહેલો અમિત ઠક્કર ઝડપાયો, કાર તેમજ ફ્લેટમાંથી 3.11 લાખનો દારૂનો જપ્ત કરાયો

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ દોડતી થયેલી એલસીબીની ટીમે ગોરવા બાદ લક્ષ્મીપુરા વિસ્તારમાં ૩ લાખનો દારૂ, કાર અને મોબાઇલ કબજે કરી કેસ કર્યો છે.

સમતા હાઉસિંગ બોર્ડ નજીક આવેલા અંકુર એપાર્ટમેન્ટમાં રહેતો અમિત મુકેશભાઇ ઠક્કર દારૂનો મોટો જથ્થો લાવ્યો હોવાની માહિતી મળતાં એલસીબી ઝોન-૧ની ટીમે મધરાત્રે દરોડો પાડયો હતો. આ વખતે કારમાંથી દારૂની પેટી ઉતારી રહેલો અમિત ઠક્કર પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે કાર તેમજ ફ્લેટમાંથી દારૂની રૂપિયા ૩.૧૧ લાખની ૨૦૫ બોટલ કબજે કરી હતી. પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો બિશ્નોઇ નામનો સપ્લાયર ગોલ્ડન ચોકડી પાસે આપી ગયો હોવાની માહિતી મળતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે. 

Share :

Leave a Comments