કપુરાઈ પોલીસે નારાયણ હોસ્પિટલ પાસેથી ચોરીની બાઇક વેચવાની ફિરાકમાં ઊભેલો શખ્સને ઝડપ્યો

કપુરાઇ પોલીસે બાતમી આધારે આરોપીને ઝડપી પાડ્યો, 4 વાહન સાથે 4 ગુના ઉકેલાયા

MailVadodara.com - Kapurai-police-apprehended-a-man-standing-near-Narayan-Hospital-waiting-to-sell-a-stolen-motorcycle

- કાગળો રજૂ ન કરતા પૂછપરછ કરાઈ, કપુરાઈ બ્રિજ અને સોમાતળાવથી વાહનો ચોર્યાની કબૂલાત

- છેલ્લાં દોઢ મહિનામાં ચોરેલા રૂપિયા 1.30 લાખના ચાર વાહનો કબજે કરાયાં

વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાર વાહન ચોરીના બનાવો નોંધાયા હતા. જેને લઈ પોલીસે કાર્યવાહીના ભાગ રૂપે શકમંદ વ્યક્તિની પુછપરછના આધારે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 1.30 લાખની કિંમતના 4 દ્વિચક્રી વાહનો કબ્જે કરી વાહન ચોરીના 4 ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે.


કપુરાઈ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક ઈસમ ચોરીની મોટરસાયકલ સાથે નારાયણ હોસ્પિટલ આગળ તેને વેચવાની પેરવીમાં ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી શંકાસ્પદ ઈસમની અટકાયત કરી કાગળો માંગતા તે ગોળ-ગોળ જવાબો આપવા લાગ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન તેણે વાહન ચોરીની કબૂલાત કરી હતી.

આ કાર્યવાહીમાં કપુરાઈ પોલીસે સાધન પૂછપરછ બાદ આરોપી તુષાર શાંતિલાલ બારીઆ (ઉંમર 29 વર્ષ રહે મહાકાળી ફળિયુ, ગામ લીમપુરા, તા. તિલકવાડા, જી. નર્મદા) ને ઝડપી તેની પાસેથી રૂપિયા 1,30,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી પાસેથી ચારે ગુનામાં ચોરી કરાયેલા મોટરસાયકલ રિકવર કરવામાં આવી હતી.

આરોપીની પૂછપરછમાં તેણે દોઢેક મહિના પહેલા કપુરાઈ બ્રિજ નીચેથી તેમજ સોમાતળાવ ચાર રસ્તા ખાતેથી વાહનો ચોર્યા હોવાનું સામે આવ્યું છે. કપુરાઈ પોલીસે આરોપી વિરુદ્ધ અલગ અલગ 4 ગુનાઓ નોધ્યા હતા જે તમામ ડીટેક્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments