તા. 13 ઓગસ્ટના રોજ મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગારની કચેરી તરસાલી, વડોદરા ખાતે રોજગાર ભરતીમેળો અને અનુબંધમ (રોજગાર) નામ નોધણી કેમ્પ યોજાશે.
આગામી 13 ઓગષ્ટના રોજ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, પહેલો માળ, નવી આઈ.ટી.સી. બિલ્ડિંગ, આઈટીઆઈ તરસાલી કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે સવારે 10 વાગ્યેથી બપોરે 2 વાગ્યા સુધી ધોરણ 10 પાસ / 12 પાસ / આઇ.ટી.આઇ (તમામ) / ડીપ્લોમાં / ગ્રેજયુએટ ( ટેકનિકલ, નોન ટેકનિકલ)ના અનુભવી / બિન અનુભવી ઉમેદરવારો માટે રોજગાર ભરતીમેળો યોજાશે. જેમાં 6થી વધારે કંપનીના અધિકારીઓ હાજર રહેશે. જેમાં 198થી વધારે જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજાશે.
ભરતી મેળામાં ઉમેદવારોને સરકારના અનુબંધમ પોર્ટલ અને ભારત સરકારના એન.સી.એસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેવા તેમજ બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા મદદનીશ નિયામક (રોજગાર) અધિકારીની યાદીમાં જણાવ્યું છે.


