વાઘોડિયા રોડ પર બંધ ઘરમાંથી 1.92 લાખના દાગીના સહિત અસલ દસ્તાવેજોની ચોરી

પરિવાર બહારગામ ગયો હતો ત્યારે ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું

MailVadodara.com - Jewelry-worth-1-92-lakh-and-original-documents-stolen-from-a-locked-house-on-Waghodia-Road

- 71 ગ્રામ સોનાના દાગીના અને ચાંદીની વસ્તુઓ ચોરાઈ, ચૂંટણી કાર્ડ, ચેકબુક, ટુ વ્હીલરની RC  બુક, ડ્રાઇવિંગ લાયસન્સની ચોરી

વાઘોડિયા રોડ પર રહેતા દંપતીના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને અસલ દસ્તાવેજો ચોરી ગઇ હતી.

વાઘોડિયા રોડની પ્રભાત સોસાયટીમાં રહેતા અરૂણાબેન નરેન્દ્રભાઇ જોબનપુત્રાના બહેન વેરાવળ ખાતે બીમાર હોઇ આજે મળસ્કે તેઓ દીકરી, જમાઇ અને ભાણી સાથે ઘરે તાળું મારીને વેરાવળ જવા નીકળ્યા હતા. તેઓ ટ્રેનમાં બેસીને જતા હતા. તે દરમિયાન ઘરમાં ચોરી થયાની જાણ થતા તેઓ અમદાવાદ ઉતરી ગયા હતા અને સવારે સાડા નવ વાગ્યે પરત ઘરે આવી પહોંચ્યા હતા. બેડરૂમમાં મૂકેલી તિજોરીનું તાળું તોડીને ચોર ટોળકી સોનાના ૭૧ ગ્રામ વજનના દાગીના, ચાંદીના દાગીના મળી ૧,૯૨,૫૦૦ લાખની મતા ચોરી ગઇ હતી. ચોર ટોળકી દાગીના ઉપરાંત ચૂંટણી કાર્ડ, ચેકબુક, ટુ વ્હીલરની આર.સી. બુક, ડ્રાઇવિંગ લાયસન્સ પણ લઇ ગઇ હતી.

Share :

Leave a Comments