- તાત્કાલિક ચાર્જ સંભાળી લેવા માટે પણ સૂચના આપવામાં આવી
વડોદરા શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 7 પીઆઇની વહીવટી કારણોસર આંતરિક બદલી કરવાનો હુકમ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા કરવામાં આવ્યો છે. તાત્કાલિક ચાર્જ સંભાળી લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા શહેરમાં 7 જેટલા પોલીસ ઇન્સ્પેકટરની વહિવટી કારણોસર આંતરિક બદલી કરવાનો હૂકમ કર્યો છે. આ સાથે જ બદલી કરવામાં આવેલ પોલીસ ઇન્સ્પેકટરોને જે-તે બદલી સ્થળે મળેલ પોસ્ટિગનો બદલી થયેથી ચાર્જ સંભાળી લેવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
જાણો કયા પીઆઇની કયા બદલી થઈ?
વાય.જી.મકવાણા અકોટા પોલીસ સ્ટેશનમાંથી મિસિગ સેલમાં બદલી
પી.જી.તિવારી મહિલા પોલીસ સ્ટેશનથી MOBમાં બદલી
એચ.જી.પટેલ સેકન્ડ પી.આઇ પાણીગેટથી - A.H.T.U
બી.બી.પટેલ A.H.T.U - સેકન્ડ પીઆઇની પાણીગેટમાં બદલી
ડી.વી.બલદાનિયા મિસિંગ સેલથી અકોટા પોલીસ સ્ટેશનમાં બદલી
એચ.એલ.જોશી લિવ રીઝર્વથી મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી
આર.ડી.ચૌહાણ લિવ રીઝર્વથી ટ્રાફિક શાખામાં પોલીસ સ્ટેશનમાં બદલી.