વડોદરા પાલિકાની ખોરાક શાખાનું સઘન ચેકિંગ, 82 યુનિટની તપાસમાં 50 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા

ખોડિયારનગર ચાર રસ્તા ખાતે શાળાની નજીક તમાકુ વેચતા 5 વેપારીઓ સામે કાર્યવાહી

MailVadodara.com - Intensive-checking-of-Corporations-food-branch-50-food-samples-were-taken-in-the-inspection-of-82-units

- 51 કિલો અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરી વેપારીઓ પાસેથી કુલ રૂ.૧૧,૩૦૦નો દંડ વસૂલાયો, ધ ગ્રેટ પાન્ડાસને રૂ.5 હજાર અને શિવાલયને રૂ.2 હજાર દંડ, લારી-ગલ્લાઓ પાસેથી રૂ.3,300 વસૂલાયા

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી ૮૨ યુનિટની તપાસ કરી હતી. દરમિયાન જલેબી, બરફી, શ્રીખંડ, કચોરી, સેવખમણી, પિઝા અને ગોટા સહિત કુલ ૫૦ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૫૧ કિલો અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરી વેપારીઓ પાસેથી કુલ રૂ.૧૧,૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલી ખીમીયા ફરસાણ માર્ટને ગંદકી મુદ્દે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ધ ગ્રેટ પાન્ડાસને ગંદકી બદલ રૂ.૫ હજારનો દંડ ફટકારી ૨૩ કિલો અખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. શિવાલય પંજાબી એન્ડ ચાઈનીઝને પણ ગંદકી મુદ્દે રૂ.૨ હજારનો દંડ કરાયો હતો.

વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા વિસ્તારમાં લારી-ગલ્લાઓમાંથી ૨૮ કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો અને રૂ.૩,૩૦૦નો દંડ વસૂલાયો હતો. ખોડિયારનગર ચાર રસ્તા ખાતે શાળાની નજીક તમાકુની બનાવટનું વેચાણ કરતા પાંચ વેપારીઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત પાણીગેટ વિસ્તારમાં જલારામ ખમણ, મહાવીર ચાર રસ્તા ખાતે પખ્તુન કિચન, પ્રભાત ચાર રસ્તા ખાતે મહાકાલ નાસ્તા હાઉસ, વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર સંતોષ પાંઉભાજી, સરદાર એસ્ટેટ ખાતે સ્વાદિષ્ટ બેકર્સ અને ચોઈસ બેકર્સ તેમજ મકરપુરા ખાતે દુર્ગા હોટલને ગંદકી મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી.

Share :

Leave a Comments