સેરેબ્રલ પાલસીને મ્હાત આપી કલાને વિકસાવનાર વડોદરાની ખેત્વી ખીમસુરિયાને સુરત ખાતે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
૧, મેં ગુજરાત સ્થાપના દિવસ જે ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવ્યો તે નિમિત્તે સુરતના ડુમસ સી ફેસ ઓરા યુનિવર્સિટી ખાતે રાજપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે કુમારી હેત્વીને ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

હેત્વી ૭૫ ટકા મનોદિવ્યાંગ હોવા છતાં પોતાની આત્મશક્તિ દ્વારા કલા અને રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કુમારી હેત્વીએ 2024માં કલા અને સંકૃતિમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી દિવ્યાંગ લોકોની પ્રેરણા બની હતી. તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પઝલ સોલ્વ અને અને ફ્રી હેન્ડ પેઇન્ટિંગ ક્રાફટમાં મહારથ પ્રાપ્ત કરી છે.
તેમજ કુમારી હેત્વીએ તાજેતરમાં નેશનલ કક્ષાએ "સેરેબ્રલ પાલસી ચેમ્પિયનશીપ" 2026 માં શોટપૂટ અને ભલા ફેક બન્ને રમતમાં 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
તેમણે જીવનના અનેક શારીરિક પડકારો વેઠી રહી છતાં કલા અને રમત ક્ષેત્ર રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરવા બદલ તમને ગુજરાત સ્થાપના દિવસે ગરિમા એવોર્ડ પ્રાપ્ત કરી દિવ્યાંગ લોકોની પ્રેરણા બની છે. હેત્વી તેમના માતાપિતાને એકની એક દિવ્યાંગ દીકરી છે.
તેમની માતા સરકારી નોકરી છોડીને હેત્વી ને કલામ મહારથ હાંસલ કરાવી. અને તેમના પિતા કાંતિભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં શિક્ષક છે જે દીકરી હેત્વીને રમત ગમત ક્ષેત્રે આગળ લઈ જઈ રાષ્ટ્રીય સ્તરે સેરેબ્રલ પાલ્સી નેશનલ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 2026માં 2 ગોલ્ડ મેડલ મેળવી સફળતાં હાંસલ કરાવી આમ માતાપિતાના અથાક મહેનત અને પુરુષાર્થ થકી કુમારી હેત્વી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના ગૌરવ શાળી પુરસ્કાર ગુજરાત ગરિમા એવોર્ડ મેળવી વડોદરા અને ગુજરાતનું ગૌરવ બની છે.


