- વડોદરામાં દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે ભરતી રેલી યોજાશે, અપરણીત પુરુષ ઉમેદવારો માટે 27 ઓગસ્ટ અને અપરણીત મહિલા ઉમેદવારો માટે 30 ઓગસ્ટે આ રેલી યોજાશે
ભારતીય વાયુસેના દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ દિવ, દમણ અને દાદરા નગર હવેલીના અપરણીત યુવાનો માટે અગ્નિવીર વાયુ ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી એરફોર્સ સ્ટેશન, દરજીપુરા, વડોદરા ખાતે યોજાશે. અપરણીત પુરુષ ઉમેદવારો માટે 27 ઓગસ્ટ અને અપરણીત મહિલા ઉમેદવારો માટે 30 ઓગસ્ટે આ રેલી યોજાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજા દિવસની પરીક્ષા માટે ઉમેદવારોને મફત રાત્રિ રોકાણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાંથી આવતા ઉમેદવારો માટે વડોદરા રેલવે સ્ટેશન અને એસ.ટી. ડેપોથી પેઇડ સિટી બસ અને વધારાની બસ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
- પાત્રતા માપદંડ
ઉંમર 17.5થી 21 વર્ષ (1 જાન્યુઆરી 2005થી 1 જુલાઈ 2008ની વચ્ચે જન્મેલા).
- શૈક્ષણિક લાયકાત
કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી 10+2/ઇન્ટરમીડિયેટ અથવા સમકક્ષ, અથવા ડિપ્લોમા (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી) અથવા 2-વર્ષનો વોકેશનલ કોર્સ.
એકંદરે 50% ગુણ અને અંગ્રેજી વિષયમાં 50% ગુણ.
વૈવાહિક સ્થિતિઅપરણીત પુરુષ અને મહિલા ઉમેદવારો.
- ભરતી પ્રક્રિયા
શારીરિક પરીક્ષા1600 મીટર દોડ, 10 પુશ-અપ્સ, 10 સિટ-અપ્સ, 20 સ્ક્વોટ્સ. ઉમેદવારોએ સ્પોર્ટ્સ શૂઝ અને શોર્ટ્સ/ટ્રેક પેન્ટ લાવવા.
લેખિત પરીક્ષા 45 મિનિટની OMR આધારિત પરીક્ષા (અંગ્રેજી, રીઝનિંગ, અને જનરલ અવેરનેસના 50 પ્રશ્નો). ઉમેદવારોએ HB પેન્સિલ, રબર, શાર્પનર, સ્ટેપલર, ગુંદર, બ્લુ અને બ્લેક બોલપેન સાથે લાવવા.
જરૂરી દસ્તાવેજો (અસલ અને ચાર સ્વ-પ્રમાણિત નકલો)
10 તાજેતરના રંગીન પાસપોર્ટ સાઇઝના ફોટા (છાતી પર બ્લેક સ્લેટમાં નામ અને તારીખ લખેલી).
મેટ્રિક્યુલેશન પાસિંગ સર્ટિફિકેટ (અંગ્રેજીમાં).
10+2/ઇન્ટરમીડિયેટ/ડિપ્લોમાની માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ (અંગ્રેજીમાં).
ડોમિસાઇલ સર્ટિફિકેટ (અંગ્રેજીમાં).
આધાર કાર્ડ.
સરકારી નોકરી હોય તો NOC.
NCC A, B, C સર્ટિફિકેટ (જો હોય).
હાથ પર ટેટૂ હોય તો નજીકથી અને દૂરથી પોસ્ટકાર્ડ સાઇઝના બે ફોટા.
આઇ.ટી., મોટર વાહન ડ્રાઇવિંગ, મેઇન્ટેનન્સ, લોજિસ્ટિક્સ, એકાઉન્ટિંગ, કેટરિંગ, વેલ્ડિંગ, ટાઇપિંગ, રમતગમત જેવી સ્કિલના પ્રમાણપત્રો (જો હોય).
વધુ માહિતી માટે ઇન્ડિયન એરફોર્સની ઓફિશિયલ વેબસાઇટ www.agnipathvayu.cdac.in પર નોટિફિકેશન જોઈ શકાશે અથવા નજીકની રોજગાર કચેરીનો સંપર્ક કરીને વિગત મેળવી શકાશે.


