આજથી પ્રતિ લિટર 90 પૈસાનો વધારો, વડોદરામાં પેટ્રોલ રૂા.98.09 અને ડીઝલ રૂા.93.92એ પહોંચ્યું

5 જ દિવસમાં બીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા

MailVadodara.com - Increase-of-90-paise-per-liter-from-today-petrol-in-Vadodara-reaches-Rs-98-09-and-diesel-Rs-93-92

- વાહન ચાલકે કહ્યું, પેટ્રોલમાં ભાવવધારો તો થયો જ છે, પણ જો સરકાર આમાં થોડી રાહત આપે તો આપણા માટે અને બધા માટે ઘણું સારું રહેશે, મિડલ ક્લાસ માટે ખૂબ જ અઘરું છે

છેલ્લા 5 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બીજી વખત વધારો થયો છે. આજે (તા.19 મે) પેટ્રોલ અને ડીઝલમાં 90 પૈસાનો વધારો થયો છે. હાલ વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 98.09 અને ડીઝલનો ભાવ 93.92 અને CNGનો ભાવ પ્રતિ કિલો 83.95 રૂપિયા પહોંચ્યો છે. આ ભાવ વધારાથી વડોદરાવાસીઓના બજેટ પર અસર પડશે.

વાહન ચાલકે જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલમાં પાંચ દિવસમાં 3 રૂપિયા ને 90 પૈસા જેટલો વધારો થઈ ગયો છે. આપણા ઘરના બજેટ ઉપર આની સીધી અસર પડી ગઈ છે. કારણ કે જો આપણે 2 લિટર પેટ્રોલ પુરાવીએ તો એમાં પણ હવે ગણતરીપૂર્વક ચાલવું પડે છે. આપણે બહુ ધીરે-ધીરે અને કરકસર કરીને વાહન ચલાવીએ તો પણ મુશ્કેલી પડે છે. હજુ તો આ શરૂઆત છે, હજુ તો આનાથી પણ વધારે ભાવ વધશે. બહુ જ તકલીફ પડશે. મિડલ ક્લાસ માટે તો આ ખૂબ જ અઘરું છે.

અન્ય વાહન ચાલકે જણાવ્યું હતું કે, પેટ્રોલમાં ભાવવધારો તો થયો જ છે, પણ જો સરકાર આમાં થોડી રાહત આપે તો આપણા માટે અને બધા માટે ઘણું સારું રહેશે. મધ્યમ વર્ગને તો તકલીફ પડવાની જ ને! કારણ કે કમાણી ઓછી હોય અને સામે જાવક વધારે હોય. મોંઘવારીના પ્રમાણમાં જોઈએ તો અત્યારે ઘણી બધી રાહત આપવાની જરૂર છે. બજેટ પર તો અસર પહોંચશે, એમાં કંઈ કહેવાનું જ ન હોય! જે ઓછું-વત્તું હતું તે પણ હવે ખોરવાઈ જશે.

Share :

Leave a Comments