કાળઝાળ ગરમીમાં શી ટીમે ગરીબ અને નિરાધાર વૃધ્ધાને પંખાની સહાય કરી

જવાહરનગર પોલીસની સરાહનીય કામગીરી..

MailVadodara.com - In-the-scorching-heat-the-Shi-team-helped-poor-and-destitute-elderly-people-with-fans

- જિગીષાબેને અગાઉ વૃધ્ધાના ઘરમાં વીજ કનેક્શન અપાવી ઉજાસની સહાય કરી હતી


પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્રને સાર્થક કરતાં જવાહરનગર પોલીસની શી ટીમે એક નિરાધાર વૃદ્ધાને કાળઝાળ ગરમીમાં પંખાની સહાય કરી હતી. 


         શહેર પોલીસ કમિશનર નરસીમ્હા કોમારની નિરાધાર અને ગરીબ લોકો પ્રત્યે સહાયની લાગણીને ધ્યાને લઈ જવાહરનગર પોલીસની શી ટીમ સમયાંતરે આવા લોકોની મદદ કરવાનું સરાહનીય કાર્ય કરી રહી છે. આવા સત્કાર્યોને આગળ ધપાવતા મહિલા કોન્સ્ટેબલ જિગીષાબેને ડાહીબેનનામના વૃધ્ધાને પંખાની સહાય કરી છે. હાલમાં કાળઝાળ ગરમીમાં પશુ પક્ષી અને માનવ જીવન માટે પરિસ્થિતિ વિકટ બની રહી છે ત્યારે કાળઝાળ ગરમી વેઠી રહેલા ડાહીબેનેને પંખાની સહાયથી ઘણી રાહત મળી છે.


   અત્રે ઉલ્લેખનીય છે કે જિગીષાબેને અગાઉ એક વૃધ્ધાના મકાનમાં વીજ કનેક્શન અપાવી તેમના અંધકારમય જીવનમાં મદદનો ઉજાસ પાથર્યો હતો. જિગીષાબેનનો માનવીય અભિગમ પોલીસ વિભાગ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યો છે.

Share :

Leave a Comments