વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ

નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ દ્વારા જાહેરનામાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા

MailVadodara.com - In-Vadodara-district-the-exercise-started-by-the-system-to-conduct-the-election-of-village-panchayats-in-a-peaceful-atmosphere

- સરકારી ઇમારતો, મિલ્કતો ઉપર રાજકીય જાહેરાતો, પોસ્ટર, ચિત્રણ ન કરવા તેમજ કોઇ ઉમેદવાર તરફી મતદાન કરવા માટે લોભ-લાલચ આપવા અને યેનકેન પ્રકારે ભય દેખાડવા ઉપર પ્રતિબંધ

ભારતીય ન્યાય સંહિતા સહિતના કાયદાઓની વિવિધ કલમો હેઠળ નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ દ્વારા આ જાહેરનામાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ ના થાય ત્યાં સુધી અમલમાં મૂક્યા છે.

વડોદરા જિલ્લામાં રાજકીય હેતુથી બલ્ક SMS કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકીય પ્રચાર-પ્રસાર માટે ઉપયોગમાં લેવાનારા વાહનોની મંજૂરી લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ચોપાનિયા, કાગળ પત્રો છપાવવા માટે તેમાં મુદ્રક અને પ્રકાશકનું નામ ફરજિયાત છાપવાનું રહેશે. આ ઉપરાંત મતદાનના દિવસે ઉમેદવારો દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓને અપાતી મતદાર યાદી મથકની બહાર લઇ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી ઇમારતો, મિલ્કતો ઉપર રાજકીય જાહેરાતો, પોસ્ટર, ચિત્રણ કરવાનું નથી. કોઇ ઉમેદવાર તરફી મતદાન કરવા માટે લોભ-લાલચ આપવા અને યેનકેન પ્રકારે ભય દેખાડવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે.

જે પંચાયતની ચૂંટણી હોય તે વિસ્તારમાં રાજકીય પ્રચાર કરવા આવેલા અન્ય વિસ્તારના મતદાર એવી વ્યક્તિને ચૂંટણીવાળા વિસ્તારને નિયત સમયમર્યાદા પૂર્વે છોડી દેવાનો રહેશે. સમગ્ર જિલ્લામાં હથિયારબંધી, મંજૂરી વિનાની સભા-સરઘસબંધી જાહેર કરવામાં આવી છે. રાજકીય હેતુથી વિશ્રામ ગૃહો, અતિથિ ગૃહોનો ઉપયોગ કરી શકાશે નહી. મતદાનના દિવસે અને મત ગણતરીના દિવસને ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા, સંહિતાને ધ્યાને રાખીને લોકોની લાગતી ઉશ્કેરે તેવા, ધાર્મિક, સામાજિક વિઘટન થાય એવા ભાષણો કરી શકાશે નહી. મતદાનના દિવસે મતદાન મથકની 200 મીટરની ત્રિજયામાં રાજકીય પ્રવૃત્તિ નહી કરી શકાય. મતદાન મથકમાં વિજાણું યંત્રો લઇ પ્રવેશ નહી કરી શકાય.

Share :

Leave a Comments