રાવપુરામાં રીક્ષા ચાલક સહિતની ટોળકી મુસાફરના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા 12 હજાર સેરવી ફરાર

બોડેલીના ચિખોદરા ગામે રહેતા સંદીપ ઉપેન્દ્રભાઈ પટેલે રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - In-Raopura-a-gang-including-a-rickshaw-driver-stole-Rs-12000-from-a-passengers-pants-pocket-and-fled

- રીક્ષા ઉભી રાખી મુસાફરને કહ્યું હતું કે, તમને સરખા બેસતા આવડતું નથી, જેથી નીચે ઉતરી જાવ તેમ કહી મને રિક્ષામાંથી નીચે ઉતારી તેઓ જતા રહ્યા હતા

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં રીક્ષા ચાલક સહિતની ટોળકી રિક્ષામાં સવાર મુસાફરના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ.12 હજાર સેરવી ફરાર થઈ જતા ફરિયાદના આધારે રાવપુરા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોધી તેમની શોધખોળ હાથ ધરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચિખોદરા ગામ ખાતે રહેતા 35 વર્ષીય સંદીપ ઉપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે મેડિકલની દુકાનમાં નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા.27 મેના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ હું મારી નોકરી પરથી બહેનના ઘરે જવા માટે દુલેરામ પેંડાવાળાની સામે આવેલ ઉષા કિરણ બિલ્ડીંગ પાસેથી એક રિક્ષામાં બેઠો હતો. જે રીક્ષામાં આગળ ડ્રાઇવરની સાથે એક મુસાફર તથા પાછળ મારી સાથે બે મુસાફરો બેસ્યા હતા. 

રાવપુરા પોલીસ સ્ટેશન પાસેના સીટી બસ સ્ટેન્ડ સામે ચાલકે રીક્ષા ઉભી રાખી મને કહ્યું હતું કે, તમને સરખા બેસતા આવડતું નથી, જેથી નીચે ઉતરી જાવ તેમ કહી મને રિક્ષામાંથી નીચે ઉતારી તેઓ જતા રહ્યા હતા. અને મારા પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ.12 હજાર ગાયબ હતા. મારી સાથે બેસેલા બે અજાણ્યા શખ્સોએ આ રૂપિયાની ચોરી કરી છે.

Share :

Leave a Comments