પાદરામાં મિત્રએ યુવકને પાણીપુરી ખાવા બોલાવ્યો'ને ઘરમાંથી દાગીના સહિત રૂપિયા 3.62 લાખના ચોરાયાં

પાદરાના પધરાઈ ચોક વિસ્તારમાં બનેલી ચોરી ઘટના, આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ

MailVadodara.com - In-Padra-a-friend-invited-a-young-man-to-eat-panipuri-and-jewellery-worth-Rs-3-62-lakh-was-stolen-from-his-house

- વેપાર-ધંધો પડી ભાંગતા આર્થિક તંગીને કારણે આરોપીએ મિત્રના ઘરે ચોરી કરી

- પોલીસે આરોપી હિતેશ દરજીની ધરપકડ કરી સોના-ચાંદીના ઘરેણાંનો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો

પાદરામાં મિત્રએ પોતાના અંગત મિત્રને પાણીપુરી ખાવા માટે બોલાવ્યો હતો અને તે દરમિયાન ઘરમાં હાથ ચાલાકી કરી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે આ આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


વડોદરા જિલ્લાના પાદરા શહેરના પધરાઈ ચોક વિસ્તારમાં બનેલી ચોરીના ગુનામાં પાદરા પોલીસને મોટી સફળતા મળી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આ કિસ્સામાં મિત્રએ અન્ય મિત્રને પાણીપુરી ખાવા ઘરે બોલાવ્યો અને તે દરમિયાન અન્ય મિત્રએ જ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે.

પાદરામાં બનેલ આ બનાવ અંગે ફરિયાદી મેહૂલ કુમાર ઘનશ્યામભાઈ મોચીના ઘરે થયેલી ચોરીમાં તેમના અંગત મિત્રે જ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી હિતેશ ભુપત દરજીએ પોતાનો વેપાર-ધંધો પડી ભાંગતા આર્થિક તંગીને કારણે મિત્રના ઘરે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. પાદરા પોલીસે આરોપી હિતેશ ભુપત દરજીની ઝડપી ધરપકડ કરી હતી અને તેની પાસેથી 3.62 લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાંનો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments