મકરપુરામાં યુવક ટુ-વ્હીલર સાથે ટેલિફોન પેનલમાં અથડાયો, માથા-ચહેરાના ભાગે ગંભીર ઈજા પહોંચી

એરફોર્સ ત્રણ રસ્તા પાસે બનેલી અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

MailVadodara.com - In-Makarpura-a-youth-crashed-into-a-telephone-panel-with-a-two-wheeler-sustained-serious-injuries-to-his-head-and-face

- યુવકને એસએસજી હોસ્પિટલમાં સારવાર ખસેડાયો, પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી


વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર બાઈક સવાર યુવકને અકસ્માત નડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મકરપુરા ડેપોથી મકરપુરા પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગ પર એરફોર્સ ત્રણ રસ્તા પાસે બાઈક ટેલિફોન પેનલ સાથે અથડાતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. આ મામલે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 30 વર્ષીય યુવક ધર્મેશ પાંડુરંગ મોરે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેમની બાઈક ટેલિફોન પેનલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં યુવકને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અકસ્માનની જાણ થતાં જનરક્ષક 112ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.


ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની સારવાર ચાલી રહી છે અને પ્રાથમિક માહિતી મુજબ તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. સમગ્ર મામલે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments