- વડોદરા તાલુકા પોલીસે ટ્રક આઇસરના બે ચાલક અને ક્લિનર મળી ત્રણ લોકોની ધરપકડ કરીને પશુઓની ખરીદી અને વેચાણ કરનાર બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા
- સંસ્થાના કાર્યકરોએ પશુઓને બચાવી સયાજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યાં

બોરસદથી બે આઇસરમાં 35 જેટલા પશુઓ ભરીને ગેરકાયદે હેરાફેરી કરી કરજણના વલણ ખાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી લઈ જવાતા હતા. ત્યારે પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા આ પશુઓ કતલખાને લઈ જતા બે આઇસરને સમીયાલા પાસેથી ઝડપી પાડ્યા હતા. સંસ્થાના કાર્યકરોએ કતલખાને લઈ જતા પશુઓને બચાવીને સયાજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા તાલુકા પોલીસે ટ્રક આઇસરના બે ચાલક અને ક્લિનર મળી ત્રણ લોકોની ધરપકડ કરીને પશુઓની ખરીદી અને વેચાણ કરનાર બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વાસદથી સુરત તરફના હાઈવે ઉપરથી બે બંધ બોડીના આઇસરમાં ગેરકાયદે પશુઓ ખીચોખીચ ભરી કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી પ્રાણીન ફાઉડેશનના સભ્યોએ આ બંને ગાડીઓનો વાસદથી પીછો કર્યો હતો. ત્યારે બંને ગાડીના ચાલકે પુરઝડપે દોડાવી ભગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પાદરા સમીયાલા ઉતરવાના કટ પાસે બે બંધ બોડીનો આઈસર ટેમ્પોને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ ઝડપી પાડ્યા હતા. ત્યારે બંને ગાડીમાં તપાસ કરી હતી.

આ દરમિયાન આઇસર ટેમ્પોમાં 35 જેટલા પશુઓને દોરડા વડે ખીચોખીચ બાંધેલા હતા. જેથી પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકારો દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. જેમાં ટેમ્પો ચાલક મહંમદ તોસીફ ગુલામભાઈ વ્હોરા (રહે-વલણ, પંજાભનગર, પાણીની ટાંકી પાસે તા.કરજણ જી.વડોદરા મુળ રહે-આણંદ), અન્ય ચાલક એઝાજ સલીમ જાકા (રહે-બાબર કોલોની, બાબરી મસ્જદ પાસે, તા.કરજણ જી.વડોદરા ક્લીનર તથા રફીક ઈસ્માઈલ મળેક (રહે-આંતી ગામ, ખદીરવાળું ફળીયું, તા.પાદરા જી.વડોદરા) ઝડપાઈ ગયા હતા. જેથી તેમની ખીચોખીચ પશુઓ ભરી ક્યાંથી ભરી કયાં થઈ જતા હતા. આ બાબતે પુછપરછ કરતા બોરસદ ગામમાં રહેતા સાજીદ આઝીના તબેલાથી પશુઓ ભરી કરજણના વલણ ખાતે રહેતા મીન્હાઝ યાકુબ દરવેસના તબેલા પર લઈ જવાના છે તેમ જણાવ્યુ હતું. જેથી તાલુકો પોલીસે 35 પશુઓ અને બે આઇસર મળી રૂપિયા 17 લાખનો મુદામાલ કબ્જે કરી પશુ ભરી આપના તથા પશુ મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.



