દમણથી લાવવામાં આવતો 25 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો આઇસર ટેમ્પો અટલાદરામાંથી ઝડપાયો

પાયલોટિંગ સાથે દમણથી લઈને નીકળ્યો ને વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ ટીમે ઝડપી પાડ્યો

MailVadodara.com - Icer-tempo-loaded-with-foreign-liquor-worth-Rs-25-lakhs-being-brought-from-Daman-seized-from-Atladara

- પોલીસે એક આરોપીની ધરપકડ કરી અંદાજે રૂપિયા 35 લાખના મુદ્દામાલને જપ્ત કર્યો

વડોદરામાં દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના અટલાદરા વિસ્તારમાંથી દમણથી લાવવામાં આવતો અંદાજે 25 લાખ રૂપિયાનો વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. સાથે એક આરોપીની ધરપકડ કરી અટલાદરા પોલીસને સોંપવામાં આવ્યો છે.

Vadodara SMC Seizes Liquor From Daman | One Arrested

પ્રાપ્ત માહિતી અનુસાર, એક આઇસર ટેમ્પોમાં દારૂ ભરીને પાયલોટિંગ સાથે વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો હતો. બાતમીના આધારે SMCની ટીમે અટલાદરા વિસ્તારમાં BAPS સ્વામિનારાયણ મંદિર નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પોને પીછો કરીને અટકાવવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ટેમ્પોમાંથી અંદાજો 25 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ટેમ્પોના ચાલકને અટકાયતમાં લેવામાં આવ્યો છે. દારૂ સાથે આઇસર ટેમ્પો પણ કબ્જે કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં અંદાજે રૂપિયા 35 લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી માટે આરોપી અને મુદ્દામાલને અટલાદરા પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments