ઘરેલું તકરારમાં પતિએ પત્નીના માથામાં કુહાડી મારી મોતને ઘાટ ઉતારી, આરોપીની ધરપકડ

વરણામા પોલીસ મથકની હદમાં આવેલા સમસાબાદ ગામના પટેલ ફળિયામાં બનેલી ઘટના

MailVadodara.com - Husband-kills-wife-with-axe-in-head-in-domestic-dispute-accused-arrested

- વરણામા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો

વડોદરાના વરણામા પોલીસ મથકની હદમાં આવેલા સમસાબાદ ગામે ઘરેલું તકરારમાં પતિએ પત્નીને માથામાં કુહાડી મારતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વરણામા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.


વડોદરા તાલુકાના સમસાબાદ ગામે પટેલ ફળિયામાં રોહિત પાટણવાડીયા પોતાની પત્ની લક્ષ્મીબેન (ઉ.37) સાથે રહેતા હતા. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો. આ બાબતે રોહિત પોતાના ઘરે હતો તે દરિમયાન ફરી તકરાર થઈ હતી. જે દરમિયાન ઉશ્કેરાયેલા રોહિતે ઘરમાં પડેલી કુહાડી લક્ષ્મીબેનને મારી દેતા બૂમાબૂમ થઈ ગઈ હતી.

આ બનાવ નાગે વરણામા પોલીસ મથકના PI શૈલેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વડોદરા તાલુકાના સમસાબાદ ગામે રહેતા પતિ-પત્ની વચ્ચે પારિવારિક મુદ્દે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા પતિએ કુહાડી વડે હત્યા કરી હતી. આ બનાવમાં પત્નીનું મોત થયું છે અને પતિને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કુહાડી માથામાં મરતા લોહીથી લથબથ પત્નીને પહેલા આસપાસના લોકો પોર ખાતેની હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે પછી તેને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વર્ણવો પોલીસે હત્યાનો ગુનો નોધી આરોપી પતિને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments