અટલાદરા-કલાલી રોડ પરની વરસાદી ગટરમાં ઘોડો ખાબક્યો, બે કલાકની જહેમત બાદ બહાર કઢાયો

વરસાદી ગટર ઉપરથી ઘોડો પસાર થતા અચાનક ઢાંકણું તૂટી પડતા અંદર ખાબક્યો હતો

MailVadodara.com - Horse-fell-into-storm-drain-on-Atladara-Kalali-road-pulled-out-after-two-hours-of-struggle

- ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વરસાદી ગટર તોડીને બે કલાકની મહેનત બાદ ઘોડાને બહાર કાઢ્યો

વડોદરા શહેરના અટલાદરા કલાલી રોડ પર વરસાદી ગટરમાં ઘોડો ખાબકતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વરસાદી ગટર તોડીને બે કલાકની મહેનત બાદ ઘોડાને બહાર કાઢ્યો હતો.

અટલાદરા-કલાલી રોડ પરની વરસાદી ગટરમાં ઘોડો ખાબક્યો: બે કલાકની જહેમત બાદ સ્લેબ તોડી બહાર કાઢ્યો 1 - image

અટલાદરા કલાલી વિસ્તારમાંથી પસાર થતી વરસાદી ગટરના ઉપર સ્લેબ મારવામાં આવ્યો છે તેની વચ્ચે વચ્ચે સફાઈની કામગીરી માટે સિમેન્ટના ઢાંકણા મુકવામાં આવ્યા છે. આ વરસાદી ગટર ઉપરથી ઘોડો પસાર થતા અચાનક ઢાંકણું તૂટી પડતા ઘોડો અંદર ખાબક્યો હતો.

આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘોડો વરસાદી ગટરમાં ખાબક્યો હતો તેને બહાર કાઢવા માટે વરસાદી ગટરનો સ્લેબ તોડવા મશીનરીનો ઉપયોગ કરવો પડ્યો હતો અને વરસાદી ગટરનો સ્લેબ તોડીને સતત બે કલાકની મહેનત બાદ ઘોડાને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

Share :

Leave a Comments