વડોદરામાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી , તંત્રને એલર્ટ રહેવા સૂચના

ભારત મોસમ વિજ્ઞાન વિભાગ (IMD), અમદાવાદે આગામી 1 થી 7 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયાથી લઈને વ્યાપક વરસાદની આગાહી કરી

MailVadodara.com - Heavy-to-very-heavy-rainfall-forecast-for-Vadodara-over-the-next-5-days-authorities-instructed-to-remain-on-alert

- રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના

ભારત મોસમ વિજ્ઞાન વિભાગ (IMD), અમદાવાદે આગામી 1 થી 7 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયાથી લઈને વ્યાપક વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

IMD મુજબ, 1થી 5 જુલાઈ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તેમજ કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ, નદી-નાળાઓમાં જળસ્તર વધવા તેમજ વીજ પુરવઠા અને અન્ય સેવાઓ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા વિસ્તારો અને જર્જરિત મકાનોથી દૂર રહેવા તેમજ ગાજવીજ દરમિયાન ઝાડ નીચે આશરો ન લેવા સહિતની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Share :

Leave a Comments