- સાયન્સ, કોમર્સ, આર્ટસ સહિત વિવિધ કોર્સ અને કેરિયર ટિપ્સ સાથેની પુસ્તિકા માત્ર 20 રૂપિયામાં મળશે
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને યોગ્ય માર્ગદર્શન માટે કારકિર્દી વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ધોરણ-૧૦ અને ૧૨ પછી કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તેની મૂંઝવણ અનુભવતા વિદ્યાર્થીઓ માટે આ પુસ્તિકા આશીર્વાદરૂપ સાબિત થશે.
ધોરણ-૧૦ અને ૧૨ પછીના તમામ પ્રવાહો (સાયન્સ, કોમર્સ, આર્ટસ) માટેના ડિગ્રી અને ડિપ્લોમા કોર્સની વિગતવાર માહિતી તેમજ વ્યવસાયલક્ષી તાલીમ, ITI અને કૌશલ્ય વિકાસના વિવિધ ટૂંકા ગાળાના કોર્સની જાણકારી તથા વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલા લેખો અને કેરિયર ટિપ્સસભર છે.
આ `કારકિર્દી વિશેષાંક' ખૂબ જ નજીવા દરે રૂ.૨૦ લેખે પ્રાદેશિક માહિતી કચેરી, માહિતી ભવન, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા ખાતેથી કચેરી સમય દરમિયાન મેળવી શકાશે.


