- ગોરવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી CCTVની મદદથી બંને આરોપીઓને ઝડપ્યા
વડોદરા શહેરમાં ગરબા રમતી છોકરીઓની છેડતી કરનાર બે આરોપીઓને ગોરવા પોલીસે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે પંચવટી સર્કલ નજીક ગણપતિ વિસર્જન દરમિયાન ગરબા રમતી બે સગીરાઓ સાથે છેડતીનો બનાવ બન્યો હતો. આરોપીઓએ ઓટો રિક્ષામાં આવીને છોકરીઓને અશ્લીલ ઇશારા કર્યા હતા અને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આ ઘટના અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને ઝડપી પાડવા ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. લાઠીયાએ માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી હતી અને CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સીઝની મદદથી પોલીસે આરોપી પંકજગીરી હરકેશગીરી (રહે. ઇન્દિરાનગર, કેનાલ પાસે, પંચવટી, ગોરવા, વડોદરા) અને શીવમ મનોજગીરી (રહે. કરોડીયા સિકોતર ધામ, કરોડીયા રોડ, વડોદરા)ને ઝડપી પાડ્યા છે.


