વડોદરામાં પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીને સાસરિયાઓનો ત્રાસ, પતિથી છુટકારો મેળવવા અભયમની મદદ લીધી

યુવતીને યુવક સાથે ફેસબુકમાં દોસ્તી પ્રેમ થયો, માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા

MailVadodara.com - Girl-tortured-by-in-laws-after-love-marriage-in-Vadodara

- દીકરીના જન્મ પછી પતિ યુવતી સાથે નાની-નાની વાતોમાં ઝઘડા અને મારપીટ કરતો હતો

- યુવતીને પિયર-સાસરીયામાં સંબંધ ન હોવાથી અભયમ ટીમે યુવતીને સમજાવી સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપી અને ત્યાં આશ્રય અપાવ્યો

વડોદરાની એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ તેના સાસરિયાવાળાઓ તરફથી સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ સામે આવી છે. ત્રાસની હદ વધતાં યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જવા નીકળી હતી. આ દરમિયાન સાસરિયાવાળાઓએ તેમની એક વર્ષની નાની દીકરીને કોર્ટમાં તલાકની કાર્યવાહી માટે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીએ દીકરી આપવાનો ઇન્કાર કર્યો હતો.

અભયમ ટીમે કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું કે, તેના માતા-પિતાએ પસંદ કરેલા છોકરા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ સાસરિયામાં હેરાનગતિને કારણે તે પિયર આવી ગઈ હતી. ત્યારબાદ ફેસબુક દ્વારા એક યુવક સાથે દોસ્તી વધી અને પ્રેમમાં પરિણમી.

યુવતીએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન પહેલા પતિ સારી રીતે કમાતો હતો અને ઘરની પરિસ્થિતિ સારી હતી, પરંતુ દીકરીના જન્મ પછી નાની-નાની વાતોમાં ઝઘડા અને મારપીટ વધી ગઈ હતી. છેલ્લા કેટલાક મહિનાથી આ પરિસ્થિતિ ચાલતી હતી. આખરે મહિલાએ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી.

પીડિતાએ જણાવ્યું કે સાસરિયામાં પાછા જવું હોય તો તેમને રાખવામાં ના પાડવામાં આવે છે અને પિયરમાં પણ સંબંધો નથી. તેથી તેમને અસ્થાયી રહેઠાણની જરૂર છે. અભયમ ટીમે મહિલાને સમજાવી સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપી અને ત્યાં આશ્રય અપાવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ શરુ કરી છે.

Share :

Leave a Comments