તમારું ગેસ બિલ ભરાયું નથી, આજે નહીં ભરો તો કનેક્શન કપાઈ જશેનો મેસેજ કરી ઠગોએ રૂા.12 લાખ ઉપાડી લીધા

કારેલીબાગની મહિલાના પતિના મોબાઇલ પર તમારું ગેસ બિલ ભરાયું નથીનો મેસેજ આવ્યો હતો

MailVadodara.com - Fraudsters-stole-Rs-12-lakh-by-sending-a-message-saying-that-your-gas-bill-has-not-been-paid-if-you-do-not-pay-today-your-connection-will-be-disconnected

- અજાણ્યા ઠગોએ મહિલાના પતિને ગેસ બીલ ભરવા માટેની ફિશીંગ APK ફાઈલ મોકલી હતી

- સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં ખાતામાં 3.05 લાખ રિફંડ થયા હતા, જ્યારે બાકીના 9.76 લાખ ઠગોએ પરત નહી કરતા મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી મહિલાના પતિના મોબાઇલ પર મેસેજ આવ્યો હતો. જેમાં તમારું ગેસ બિલ ભરાયું નથી અને આજ સુધીમાં નહી ભરો તો તમારું ગેસ કનેક્શન કપાઈ જશે તેમ કહ્યું હતું. જેથી મહિલાના પણ પતિ ગભરાઈ ગયા હતા. ત્યાર બાદ ગેસ બીલ ભરવા માટેની ફિશીંગ APK ફાઈલ મોકલી હતી, પરંતુ ખુલતી ન હોય ઠગોએ તેમના મોબાઇલનો ઍક્સેસ લઈ એપ્લિકેશન શરૂ કરી આપી હતી, પરંતુ તેમાં ડેબિટ કાર્ડ તથા સીવીવી નંબર માંગતા હોય તેમને ફ્રોડ લાગતા નંબર ડિલીટ તથા ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. પરંતુ જ્યારે મોબાઇલ ચાલુ કરતા તેમના બેંક ખાતામાંથી રૂપિયા 12.81 લાખ કપાઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં તેમના ખાતામાં 3.05 લાખ રિફંડ થયા હતા, જ્યારે બાકીના 9.76 લાખ આજદિન સુધી પરત મળ્યા નથી.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત 12 જૂનના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ તેમના પતિના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં તમારું ગેસ બિલ ભરાયુ નથી તેમ જણાવ્યું હતું. જો આજ સાંજ સુધી નહી ભરો તો તમારુ ગેસ કનેક્શન ડીસકનેક્ટ કરવામાં આવશે અને વધુ માહીતી માટે આપેલા તેઓએ આપેલા નંબર પર કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું. જેથી મહિલાના પતિએ તેઓના નંબર પર ફોન કર્યો પરંતુ ફોન લાગ્યો ન હતો.

ત્યાર બાદ સામાવાળાએ મહિલાના પતિ પર ફોન કરી ગેસ બિલ કેમ ભર્યું નથી, તેવો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ તેઓએ ફિશીંગ APK ફાઈલ મોકલી હતી અને તે ખોલવા કહ્યું હતું. એક ગેસ બિલના નામની APK ફાઈલ ખુલી ન હતી. ત્યાર બાદ તેઓનો વીડિયો કોલ આવ્યો હતો અને મોકલેલી ફાઈલ ખોલો તેમ કહ્યું હતું. ત્યાર બાદ તેઓએ તેમને સેટિંગ ખોલી એક્સેસ ચાલુ કરવા જણાવ્યું હતું. જેથી તેઓએ તેઓના જણાવ્યા મુજબ કર્યું હતું.

ત્યારે તેઓએ અપ્લિકેશન ખોલીને 12 રૂપિયા ભરો જે તમને નેકસ્ટ મહિને પરત મળી જશે. જેથી તેઓએ એપીકે ફાઈલ ખોલી ત્યારે તેમાં કાર્ડ નંબર અને સીવીવી નંબરની માહિતી માગતા હોય આ ફ્રોડ હોવાની આશંકાએ ડીટેલ ભરી ન હતી અને એપ્લિકેશન બંધ કરી દીધી હતી. ત્યાર બાદ તેઓને અલગ-અલગ નંબર પરથી ફોન આવવા લાગતા તમામ નંબર ડીલીટ કરી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

ત્યારબાદ તેઓએ ફોન ચાલુ કરતા રાત્રે 10 વાગ્યાની આસપાસ ટ્રાંઝેક્શનના ઓટીપી આવ્યા હતા અને તે ઓટીપી બે મોબાઇલ નંબર પરથી ફોરવર્ડ થયા હતા. ત્યાર બાદ RBL બેંકનો ઈ-મેઈલ આવ્યો હતો. જેમાં જોતા તેમના બેંક ખાતામાંથી રૂપિયા 12.81 લાખ કપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ સાયબર ક્રાઇમમાં અરજી કરતા 3.05 લાખ રૂપિયા પરત ખાતામાં આવી ગયા હતા, પરંતુ, બાકીના 9.76 લાખ ઠગોએ પરત નહી કરતા જ આખરે મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments