સસ્તામાં સોનુ આપવાનું કહી કપડાના વેપારી પાસેથી રૂા.7 લાખ પડાવી ઠગોએ નકલી સોનું પધરાવી ફરાર

અકોટામાં નર્મદા કોલોનીમાં રહેતા મહેન્દ્રકુમાર ગુપ્તાએ મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Fraudsters-abscond-after-extorting-Rs-7-lakh-from-cloth-merchant-by-promising-to-give-gold-at-a-cheap-price-then-hand-over-fake-gold

સસ્તામાં સોનુ આપવાનું કહી કપડાના વેપારી પાસેથી ૭ લાખ પડાવી લઇ નકલી સોનુ પધરાવી દેનાર ગઠિયાઓ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકોટા પોલીસ લાઇનની સામે નર્મદા કોલોનીમાં રહેતા મહેન્દ્રકુમાર રામચંદ્રભાઇ ગુપ્તા માંડવી બેન્ક ઓફ બરોડાની સામે દુકાન ચલાવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નવેમ્બર મહિનામાં મારી દુકાને એક યુગલ આવ્યું હતું. તેઓ અમારી દુકાનનું કાર્ડ લઇને જતા રહ્યા હતા. એક મહિના પછી તેઓ બપોરે એક વાગ્યે મારી દુકાને દુપટ્ટાની ખરીદીના બહાને આવ્યા હતા. તે દરમિયાન તેણે મારી દીકરા રિષભને કહ્યું કે, મારી પાસે સોનુ છે. જે વેચવાનું છે. ત્યારબાદ તેણે સોનાના બે નાના મણકા (મોતી) આપીને પોતાનું નામ શંકર પ્રજાપતિ અને પોરમાં રહેતો હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ તેણે મને તરસાલી સ્વામિનારાયણ મંદિરે મળવા બોલાવતા હું ગયો હતો. હું ત્યાં ગયો ત્યારે તેની સાથે એક ઉંમરલાયક પુરષ હતો. તેની ઓળખાણ કાકા તરીકે તથા ઉંમરલાયક મહિલાની ઓળખાણ માતા તરીકે આપી હતી. તેણે મને સોનાના મોતીવાળી ચેન બતાવી તેમાંથી ચાર મણકા કાઢીને આપ્યા હતા. તેણે મને આપેલા મોતી સોની પાસે ચેક કરાવતા સોનુ ખરૂં હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેણે મારી સાથે તમામ સોનાનો સોદો ૭ લાખમાં કર્યો હતો. તેઓએ મારી પાસેથી ૭ લાખ રોકડા લઇને સોનાના મણકાવાળી ચેન આપી હતી. તેનું સોનું ચેક કરાવતા નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

Share :

Leave a Comments