ગોત્રી વુડા ચાર રસ્તા પાસે મુરલીધર કોમ્પ્લેક્સમાં હેર સલૂનમાં દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો ઝડપાયા

લક્ષ્મીપુરા પોલીસે બાતમી આધારે મુરલીધર કોમ્પ્લેક્સના ગાયત્રી હેર સલૂનમાં દરોડો પાડ્યો હતો

MailVadodara.com - Four-friends-were-caught-enjoying-a-drinking-party-at-a-hair-salon-in-Muralidhar-Complex-near-Gotri-Wooda-intersection

- લક્ષ્મીપુરા પોલીસે હેર સલૂનમાંથી બે અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કી (અડધી ભરેલી), બડવાઇઝર મેગ્નમ બીયરના 4 ટીન તથા 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા

વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુરલીધર કોમ્પ્લેક્સમાં આવેલ હેર સલૂનમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને દારૂની મહેફિલ માણી રહેલા 4 શખસોને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યા છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપીઓમાં એક સલૂનનો માલિક અને બીજા ત્રણ અલગ અલગ હેર સલૂનમાં કામ કરે છે.


લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. ડી. ચૌધરીના સીધા નિર્દેશ હેઠળ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમને બાતમી મળી કે, વુડા ચાર રસ્તા પાસે આવેલા મુરલીધર કોમ્પ્લેક્સમાં સ્થિત ગાયત્રી હેર સલૂનમાં કેટલાક લોકો અંદર બેઠા દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસમાં જોવા મળ્યું કે, મુરલીધર કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ગાયત્રી હેર સલૂનમાં ચાર વ્યક્તિઓ બેઠી હતી અને દારૂ પીવાની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે તમામ ચારેય આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓમાં જીગ્નેશભાઈ ભગવાનદાસ વાળંદ (42 વર્ષ, હેર સલૂન ધંધો, રહેઠાણ મકાન નં. 196, આશીર્વાદનગર, બાપુની દરગાહ પાસે, ગોરવા, વડોદરા), હર્ષદભાઈ બાબુભાઈ લિંબાચીયા (40 વર્ષ, હેર સલૂન ધંધો, રહેઠાણ 06/353, નાલંદા પાર્ક, જુના હાઉસિંગ બોર્ડના મકાન, ગોરવા, વડોદરા), ચિરાગભાઈ ગોવિંદભાઈ લિંબાચીયા (39 વર્ષ, હેર સલૂન ધંધો, રહેઠાણ સી/41, વ્રજવિહાર સોસાયટી, લક્ષ્મીપુરા રોડ, ગોત્રી, વડોદરા) અને અનિરુધ્ધભાઈ ગૌતમભાઈ વાળંદ (25 વર્ષ, હેર સલૂન ધંધો, રહેઠાણ અંકોડીયાગામ, ગ્રામ પંચાયત પાસે, અંકોડીયા, તા-જી. વડોદરા)નો સમાવેશ થાય છે.

પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ તરીકે માસ્ટર બ્લેન્ડર સિગ્નેચર વ્હિસ્કી 750 મિ.લી. (અડધી ભરેલી), ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કી 750 મિ.લી. (અડધી ભરેલી), બડવાઇઝર મેગ્નમ બીયરના 4 ટીન (એક સીલબંધ અને ત્રણ અડધા ભરેલા) તથા 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે

Share :

Leave a Comments