મકરપુરા-તરસાલી રિંગ રોડ પર મસ્તી કરતા ચાર નશેબાજો પોલીસ આવતા ભાગ્યા : એક ઝડપાયો

અમૃત ઇલાયચી નામની દુકાન પાસે 4-5 લોકો ગાયનો વગાડી દારૂ પીને નાટક કરતા હતા

MailVadodara.com - Four-drug-addicts-who-were-having-fun-on-Makarpura-Tarsali-Ring-Road-fled-when-police-arrived-One-arrested

- પોલીસને જોઇ એક વ્યક્તિ કારમાં બેસી ગયો, કારમાં તપાસ કરતા સીટ નીચેથી દારૂની બોટલો મળી, પોલીસે ભાગી ગયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી

મકરપુરા-તરસાલી રિંગ રોડ પર મોડીરાતે નશેબાજ લોકો દારૂ પીને મસ્તી કરતા હતા. મકરપુર પોલીસ સ્થળ પર પહોંચતા જ તેઓ ભાગવા લાગ્યા હતા. જે પૈકી એકને પોલીસે ઝડપી પાડયો છે.

મકરપુરા તરસાલી રિંગ રોડ અમૃત ઇલાયચી નામની દુકાન પાસે જોરજોરથી ગાયનો વાગે છે અને દારૂ પીને નાટક કરે છે. તેવી માહિતીના આધારે મકરપુરા પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા ચારથી પાંચ લોકો ઉભા હતા. પોલીસને જોઇને તેઓ ભાગવા લાગ્યા હતા. જે પૈકી એક વ્યક્તિ પોતાની કારમાં બેસી ગયો હતો. તેને નીચે ઉતારીને પૂછતા તેણે પોતાનું નામ વિજય જેસીંગભાઇ પરમાર (રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, વડસર બ્રિજ પાસે, માંજલપુર) જણાવ્યું હતું. કારની સીટ પરથી દારૂની બોટલો મળી આવી હતી. જેથી, મકરપુરા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાગી ગયેલા અન્ય વ્યક્તિઓની પણ તપાસ શરૂ કરી છે. પકડાયેલો આરોપી પ્રોવિઝન સ્ટોર ચલાવે છે.

Share :

Leave a Comments