- પોલીસે રોકડા રૂ.15950, ત્રણ મોબાઈલ અને એક સ્કૂટર કબજે કર્યું
વડોદરાના કાર્યવાહક વિસ્તારની સોસાયટીના કોમન પ્લોટ માંથી પોલીસે જુગાર રમતા ચાર જણાને ઝડપી પાડ્યા હતા.

કારેલીબાગની અયોધ્યા નગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતું હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડયો હતો. જે દરમિયાન ચાર જણા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.15950, ત્રણ મોબાઈલ અને એક સ્કૂટર કબજે કર્યા હતા.
પકડાયેલા ચારે જણા એવું ધનગર સોસાયટીમાં જ રહે છે. જેમાં જયેશ ઉર્ફ જયો શૈલેષભાઈ રાઠોડ, તેનો ભાઈ નરેન્દ્ર શૈલેષભાઈ રાઠોડ, મહેન્દ્ર કનુભાઈ રાજ અને મનીષ સતિષભાઈ પટેલનો સમાવેશ થાય છે.


