વડોદરા જિલ્લાના 3 પોલીસ મથકની હદમાં પકડાયેલ 1 કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

પાદરાના એકલબારા ગામ નજીક આવેલ બંધ કંપની નજીક જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું

MailVadodara.com - Foreign-liquor-worth-over-Rs-1-crore-seized-in-3-police-stations-of-Vadodara-district-destroyed

- પાદરા, વડુ અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના 94 કેસનો કુલ 37 હજારથી બોટલો જેની કિંમત 1.24 કરોડ ના મુદામાલને અધિકારીઓ કર્મચારીઓની હાજરીમાં નાશ કરાયો

વડોદરા જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ 1 કરોડ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાને આજે નાશ કરવામાં આવ્યો છે. દરમ્યાન વડોદરા ગ્રામ્ય DYSP અને SDM સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.


વડોદરા જિલ્લાના તાલુકા, વડુ અને પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહીબેશન રેડ દરમિયાન વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂ અને બિયરના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો. પાદરાના એકલબારા ગામ નજીક આવેલ બંધ પડેલી કંપની બાયોટોર ખાતે આ જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

આ કાર્યવાહીમાં નાશબંધી આબકારી અધિકારી સહિત વડોદરા ગ્રામ્ય SDM સહિત વડોદરા ગ્રામ્ય DYSP અને પાદરા મામલતદાર સહિત ત્રણેય પોલીસ મથકના પી.આઇ સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં ભારતીય બનાવટ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થાની કિંમત રૂપિયા 1 કરોડ 24 લાખ 28 હજાર આંકવામાં આવી છે. આ દારૂના જથ્થાને જમીનપર પાથરી તેની પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

આ અંગે વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી મિલન મોદીએ જણાવ્યું હતું કે, આજે SDM અને ડીવાયએસપી અને નશાબંધી અધિકારીની હાજરીમાં પાદરા, વડુ અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના 94 જેટલા કેસનો કુલ 37 હજારથી બોટલો જેની કિંમત 1.24 કરોડ ના મુદામાલને અધિકારીઓ કર્મચારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments