વરસડા ગામમાંથી 4.05 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક મહિલાની ધરપકડ, 3 વોન્ટેડ જાહેર

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે ડેસરના વરસડા ગામે દરોડો પાડ્યો હતો

MailVadodara.com - Foreign-liquor-worth-Rs-4-05-lakh-seized-from-Varsada-village-one-woman-arrested-3-declared-wanted

- વિદેશી દારૂ અને બીયર ટીન કુલ નંગ - 3881 કુલ કિંમત 4,05,806 નો મુદ્દામાલ જપ્ત

- દારૂનો જથ્થો મંગાવનાર અને સપ્લાય કરનાર સહિતના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે વડોદરા ગ્રામ્યના ડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વરસડા ગામે સફળ દરોડો પાડી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આ ગુનામાં એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને સપ્લાય કરનાર સહિતના અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Desar Varsada Liquor Seized; ₹4.05 Lakh Foreign Liquor & Beer Nabbed |  Woman Arrested

મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિનેશ બાબુરાવને મળેલી ચોક્કસ બાતમીના આધારે તારીખ ડેસર તાલુકાના વરસડા ગામે, ભરવાડ વાસમાં બી.આર. ક્વોરી પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના કબજા ભોગવટાની દુકાન તેમજ મકાનની પાછળ આવેલી નાની ઓરડીમાં સંગ્રહ કરી રાખેલો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

SMC દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં વિદેશી દારૂ અને બીયર ટીન કુલ નંગ - 3881 કુલ કિંમત 4,05,806 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં આરોપી જશુબેન કાળુભાઈ આલાભાઈની વિધવા (રહે. વરસાડા, ભરવાડવાસ) ને સ્થળ પરથી ઝડપી લેવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં નવઘણ કાળુભાઈ ભરવાડ,દારૂનો જથ્થો પૂરો પાડનાર અજાણ્યો ઇસમ, પોલીસ તપાસમાં બહાર આવે તે તમામ ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ ભાદરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ. બારોટને સોંપવામાં આવી છે. સાથે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments