- દારૂની 465 બોટલ ઉપરાંત બે મોબાઇલ અને પતરાની પેટી કબજે કરાઈ, બે આરોપીની ધરપકડ, અન્ય ચાર આરોપીના નામ ખૂલ્યાં
વારસિયા વિસ્તારમાં દારૂની ૪૬૫ બોટલ સાથે બે આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય ચાર આરોપીના નામ ખૂલતા તેઓની શોધખોળ હાથ ધરી છે.
વારસિયા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, વારસિયા સોના મહેલ સામે સર્વાનંદ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રામ ઉર્ફે કાલુ રોહીડા પતરાની પેટીમાં વિદેશી દારૂ સંતાડીને ફરી રહ્યો છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા વિદેશી દારૂની ૪૬૫ બોટલ કિંમત રૂપિયા ૯૨,૩૪૯ ની મળી આવી હતી. પોલીસે દારૂ, બે મોબાઇલ અને પતરાની પેટી મળીને કુલ ૧.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપી રામ નાનકરામ રોહીડા ( રહે. સર્વાનંદ એપાર્ટમેન્ટ, વારસિયા) તથા રોહિત શંકરભાઇ કહાર (રહે. શીતળા માતાનો મહોલ્લો, વારસિયા) ને ઝડપી પાડયા છે. જ્યારે અન્ય આરોપીઓ હિતેન ફુલવાણી, ધર્મેશ ઉર્ફે ગોલુ, કમુ સિન્ધી તથા પ્રદિપ માધવનગરવાળાની શોધખોળ હાથ ધરી છે.


