- દિલ્હી જનાર વડોદરાના મુસાફરોને અન્ય દિલ્હીની ફલાઈટમાં અમદાવાદ કે વડોદરાથી મોકલાશે
વડોદરા એરપોર્ટ પર આવનાર એર ઇન્ડિયા એરલાઈન્સની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફલાઇટ દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે રદ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફલાઇટ રદ થતા દિલ્હી જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
આજે સવારે 7.10 કલાકે વડોદરાના હરણી એરપોર્ટ પર આવનાર એર ઈન્ડિયા એરલાઈન્સની ફ્લાઇટ નંબર AI 1808 દિલ્હી વડોદરા દિલ્હી રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ વડોદરા સવારે 7.10 કલાકે આવે છે અને પરત વડોદરાથી 8 કલાકે ઉડાન ભરે છે. જે ખરાબ હવામાનના કારણે રદ કરવામાં આવી હોવાની વિગતો હાલમાં સામે આવી છે.
આ સાથે દિલ્હી જનાર વડોદરાના મુસાફરોને અન્ય દિલ્હીની ફલાઈટમાં અમદાવાદ કે વડોદરાથી મોકલાશે. આ સાથે મુસાફર ઈચ્છે તો તેઓને તેઓનું રિફંડ પણ આપવામાં આવી શકે છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે, દિલ્હીથી આવનાર ફ્લાઇટ ખરાબ હવામાનના કારણે રદ કરવામાં આવી છે અને આ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી છે.
આ સાથે ઈન્ડિગો એરલાઈનની ફલાઇટ નંબર 6E-5066/ 6662 દિલ્હી વડોદરા દિલ્હી સમય કરતા 4 કલાક મોડી આવતા મુસાફરીને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ફલાઇટ પણ ખરાબ હવામાનના કારણે લેટ પડી છે.


