મચ્છીપીઠ પાસે સ્કૂલની પાછળ ફ્લેટમાં જુગાર રમતા સૂત્રધાર સહિત પાંચ જુગારીઓ પકડાયા

કારેલીબાગ પોલીસે બાતમી આધારે ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી

MailVadodara.com - Five-gamblers-including-the-mastermind-were-caught-gambling-in-a-flat-behind-a-school-near-Machhipeeth

- પોલીસે સ્થળ પરથી પાંચ જુગારીઓ સહિત રોકડા 10,580, પાંચ મોબાઇલ અને સ્કૂટર મળી રૂપિયા 58,000નો મુદ્દામાલ કબજે કર્યો

શહેરના મચ્છીપીઠ નજીક એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગાર ખાના પર પોલીસે દરડો પાડી પાંચ જણાને ઝડપી પાડ્યા હતા. 

વડોદરા શહેરના મચ્છીપીઠ નજીક આવેલી શારદા મંદિર સ્કૂલ પાછળ ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રફીક શેખ બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતો હોવાની વિગતો મળતા કારેલીબાગ પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે બાતમી આધારે દરોડો પાડી સ્થળ પરથી રફીક અહેમદભાઈ શેખ (રહે. ગીતાંજલી એપાર્ટમેન્ટ), રાજેશ મીઠાભાઇ સોલંકી (રહે. એકતા નગર, છાણી) રફીક કાલુભાઈ બાવરચી (રહે. રાજપુરાની પોળ, માંડવી), આસિફ મજલેમિયા શેખ (રહે. ખુશ્બુ નગર, કિસ્મત ચોકડી પાસે)અને ગોપાલ રમણભાઈ વાદી (રહે. રણોલી ગામ)ની ધરપકડ કરી રોકડા રૂપિયા 10,580, પાંચ મોબાઇલ અને સ્કૂટર મળી રૂપિયા 58,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share :

Leave a Comments