રેસકોર્સ પાસે હોસ્પિટલના ત્રીજા માળે ચા બનાવતી વખતે ગેસ લીકેજ થતા આગ, 15 યુવતીને બચાવાઇ

શહેરના રેસકોર્સ પાસે આકાશ ગંગા એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગનો બનાવ સામે આવ્યો

MailVadodara.com - Fire-broke-out-due-to-gas-leakage-while-making-tea-on-the-third-floor-of-the-hospital-near-the-racecourse-15-girls-rescued

- ગેસ સિલિન્ડર લીકેજ થતાં સ્ટાફનો જીવ અધ્ધર થઇ ગયો, રૂમમાં ધુમાડા છવાઈ ગયા હતા

વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગની ઘટનામાં એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. જેમાં એક રૂમમાં રહેતી 15 યુવતીનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ થયો હતો.

શહેરના રેસકોર્સ પાસે આવેલા પરેશ ગોસ્વામી વાણિજ્ય ભવન પાસે આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 15 યુવતીઓ રૂમમાં હાજર હતી, તે દરમિયાન ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ વિકરાળ બને તે પહેલા જ વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી પહેલા અંદર રહેલ યુવતીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. આ આગના કારણે દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની સમય સૂચકતાને લઈ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યારે રૂમમાં ધુમાડા છવાઈ ગયા હતા અને ગેસ લીકેજ ચાલુ હતો. જેથી, આ સિલિન્ડર ટેરેસ પર મૂકી દેવામાં આવ્યો હતો. આ સાથે યુવતીઓની હિંમતને કારણે તેમનો બચાવ થયો હતો. આ મામલે તાત્કાલિક ફાયર વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી.

Share :

Leave a Comments