વાઘોડિયા ચોકડી નજીક ફૂટ કોર્ટમાં ગેસ લાઈનમાં લીકેજ થતા આગ લાગતા સામાન બળીને ખાખ

તક્ષ ગેલેક્સી મોલમાં આવેલા જગદીશ ફૂટ કોર્ટમાં ગેસ લાઈન લીકેજથી આગ લાગી હતી

MailVadodara.com - Fire-breaks-out-due-to-leakage-in-gas-line-at-foot-court-near-Waghodia-intersection-goods-burnt-to-ashes

- ફાયર અને ગેસ કંપનીની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે પર વાઘોડિયા ચોકડી નજીક આવેલ તક્ષ ગેલેક્સી મોલમાં જગદીશ ફૂટ કોર્ટમાં ગેસ લાઈન લીકેજ થવાના કારણે આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. સદનસીબે આ આગની ઘટના મોટી જાનહાનિ ટળી છે.


આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના યજ્ઞેશ પરમાર નામના વ્યક્તિએ જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમો દોડી ગઈ હતી. આ બનાવમાં ગેસ લીકેજ હોવાથી ગેસ કંપનીને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ તેમજ ગેસ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો હતો. સબનસીબે આગના કારણે કોઈ દાઝ્યું ન હતું, પરંતુ ફુડ કોર્ટમાં મુકેલો કેટલોક સામાન બળીને ખાખ થઈ ગયો હતો.


આ બનાવમાં પ્રથમ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ પહોંચી હતી બાદમાં આઈ આર સી ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવ્યો હતો. હાલમાં આ બનાવ બનવા પાછળ કોની ગંભીર બેદરકારી છે તે માટે તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા ચેકીંગ કરી ગેસ કંપની સાથે સંકલન કરી મુખ્ય કારણ જાણવામાં આવશે. જે કોઈની ભૂલ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Share :

Leave a Comments