મંજુસરમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ, દૂર-દૂર સુધી આગના ગોટેગોટા દેખાયાં

વડોદરાના મંજુસર વિસ્તારમાં આવેલી પી.આઇ પોલીબ્લેન્ઝ નામની કંપનીમાં ભીષણ આગ લાગી

MailVadodara.com - Fire-breaks-out-at-plastic-pellet-manufacturing-company-in-Manjusar-flames-visible-from-far-and-wide

- ફાયર વિભાગની 12 જેટલી ગાડી ઘટનાસ્થળે આગને કાબૂમાં લેવા કાર્યરત!, હજુ સુધી કોઈ જ જાનહાનિ નહીં

- ભીષણ આગને પગલે કંપનીનું આખું વેરહાઉસ બળીને ખાક થવાની સંભાવના

વડોદરાના મંજુસર વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આ આગના બનાવને લઈ વડોદરા ફાયર વિભાગની પાંચ ગાડી ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં આગ બેકાબૂ હોય એવી વિગતો સામે આવી રહી છે.


શહેરના મંજુસર ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત પી.આઇ પોલીબ્લેન્ઝ નામની કંપની, જે પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કામ કરે છે ત્યાં આજે ભીષણ આગ લાગી છે. આ આગ એટલી ભયંકર છે કે એક કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં એ હજુ બેકાબૂ બની રહી છે. આગની લપેટો એટલી વિકરાળ છે કે કંપનીનું આખું વેરહાઉસ બળીને ખાક થઈ ગયું હોવાની માહિતી મળી રહી છે. આ સાથે દૂર-દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.


આગની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગે તાત્કાલિક પગલાં લીધાં છે. હાલમાં ફાયર વિભાગની પાંચ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જેમાં ઈઆરસી ફાયર, ટી.પી. 13 અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમો સામેલ છે. આ ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ આગની તીવ્રતાને કારણે હજુ સુધી સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાયું નથી. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે. સદનસીબે હાલ સુધીમાં આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ આગનું કારણ અને નુકસાનનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી.


આ આ અંગેનો સૌપ્રથમ કોલ આપનાર સ્થાનિક ધનંજય જણાવ્યું હતું કે હું મારા ફાર્મહાઉસ પર આવ્યો હતો અને ત્યાં મને આગ નજરે પડતાં જ મેં ફાયર વિભાગને જાણ કરી હતી. પ્રાથમિક દષ્ટિએ એવું લાગી રહ્યું છે કે બાજુના ખેતરમાં કચરો કોઈએ સળગાવ્યો હતો અને એના કારણે આ પ્રસરી છે. આગને કારણે કંપનીનું આખું વેરહાઉસ બળીને ખાક થયું હોય એવું જોવા મળી રહ્યું છે. હાલમાં પણ આગ ચાલુ છે અને ફાયર વિભાગની ટીમો કામ કરી રહી છે.

આ ઘટના અંગે ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ અંગેનો અમને કોલ મળ્યો હતો અને અમે છેલ્લા બે કલાકથી કામગીરી કરી રહ્યા છીયે. આ મેજર કોલ જાહેર કર્યો છે. હાલમાં ફાયર વિભાગની 12 ગાડી કામે લાગી છે. પચાસ ટકા જેટલી આગ કાબૂમાં આવી છે અને હજુ કામગીરી ચાલી રહી છે.

Share :

Leave a Comments