ઇવેન્ટમાં કામ કરાવ્યા બાદ પૈસાની લેતીદેતીમાં બે ગ્રુપ વચ્ચે મારામારી, 4 સગીર સહિત 6 શખ્સોની ધરપકડ

મકરપુરા પોલીસે 6 આરોપીઓને ઝડપી પોલીસ સ્ટેશનમાં કાન પકડીને ઉઠક બેઠક કરાવી

MailVadodara.com - Fight-breaks-out-between-two-groups-over-money-after-getting-work-done-at-an-event-6-people-including-4-minors-arrested

- તાંદલજા વિસ્તારમાં રહેતા 3 યુવકોને ગાંધીનગર ખાતે ઇવેન્ટમાં કામ કરાવ્યા બાદ ઇવેન્ટ મેનેજર રૂપિયા આપતો ન હતો, ત્યાર બાદ બે યુવકોને રૂપિયા લેવાના બહાને સુશેન સર્કલ પાસે બોલાવ્યા હતાં, જ્યાં લાકડીઓ તથા પટ્ટા વડે ઢોર માર માર્યો હતો

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા 3 યુવકોને ગાંધીનગર ખાતે ઇવેન્ટમાં કામ કરાવ્યા બાદ ઇવેન્ટ મેનેજર રૂપિયા આપતો ન હતો. ત્યાર બાદ બે યુવકોને રૂપિયા લેવાના બહાને સર્કલ પાસે બોલાવ્યા હતાં. આ સમયે યુવકો-સગીરો વચ્ચે મારામારી થઈ હતી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત સામસામે ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ કાન પકડીને ઉઠક બેઠક કરી હતી.


23 ફેબ્રુઆરીના રોજ રાત્રીના કલાક 11 વાગ્યાની આસપાસ સુશેન સર્કલ ખાતે આવેલ રાજવાડી ચા વાળાની બાજુમાં કેટલાક શખસોએ નાણાંની લેવડ-દેવડ બાબતે અંદરો અંદર મારામારી ઝગડો કર્યો હતો. આ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી. મકરપુરા પોલીસે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે લક્કીસિંગ સુનીલસીંગ રાજપૂત, (રહે. અક્ષર મવન્સટેજ, તરસાલી બાયપાસ, તરસાલી, વડોદરા), દીપક દિગ્વીજય પાંડે (રહે. વ્રજ રેસીડન્સી, ભાલીયાપુરા ધનીયાવી રોડ, વડોદરા) અને કાયદાના સંધર્ષમાં આવેલ 4 સગીરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

તાંદલજા વિસ્તારમાં રહેતા યુવકે જણાવ્યું છે કે, હું ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરું છે. લક્કી નામના યુવકનો મારા પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તેને ગાંધીનગર ખાતે ઇવન્ટનું આયોજન કર્યુ છે જેના માટે ત્રણ છોકરા જોઈએ છે. જેથી મેં મારી સાથે અન્ય બે યુવકોને તૈયાર કર્યા હતાં અને ઇવેન્ટમાં લઇ ગયો હતો. ત્યારબાદ કાર્યક્રમ પતાવીને અમે પરત ખાતે આવ્યા હતા.


મેં મારા તથા મારી સાથેના બે યુવકોને ઇવેન્ટ માટે કામ કરવાના રૂપિયા માટે લક્કીને ફોન કર્યો હતો, ત્યારે પહેલા તો ફોન પર રૂપિયા નહિ આપીને તેમ કહીને તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી. થોડીવાર બાદ ફરી લક્કીએ મને ફોન કરીને રૂપિયા લેવા મને તથા મારા મિત્રને શુસેન સર્કલ પાસે બોલાવ્યા હતાં. અમે બન્ને આવ્યા ત્યારે લક્કી સહિતના યુવકોએ અમારી સાથે મગજમારી કરી હતી અમને લાકડીઓ તથા પટ્ટા વડે ઢોર માર માર્યો હતો.


ત્યારબાદ અમારી મહેનતના રૂપિયા એકના રૂપિયા 900 લેખે 2700 લેવાના નીકળ્યા હોય તે આપ્યા ન હતાં અને લક્કી સહિતના લોકો અમારી સાથે દાદાગીરી કરી અમારું પોલીસ પણ કરી લેવાની નથી, તેવી વાતો કરતા હતા અને અમારી ગાડી પણ કબ્જે કરી લીધી હતી. જેથી અમે મકરપુરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને લક્કી સહિતના યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments