માંજલપુરની મહિલાને યુકે વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને પિતા-પુત્રે 19.50 લાખ પડાવ્યા

માંજલપુરના સાર્થી ટેનામેન્ટમાં રહેતા સોનલબેન અરવિંદભાઈ પટેલે ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Father-son-duo-extort-Rs-19-50-lakhs-on-the-pretext-of-getting-UK-work-permit-visa-for-a-woman-from-Manjalpur

- વિઝા ન બનાવી આપતા રૂપિયા પરત માગતા પિતા-પુત્રએ મહિલાના ફોટા-વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી હતી

- મહિલાએ ઠગ પિતા-પુત્ર વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી

વડોદરા માંજલપુર વિસ્તારમાં રહેતી બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને યુકે વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને ઠગ પિતા-પુત્ર દ્વારા તેમની પાસેથી રૂપિયા 19.50 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ વિઝા નહી બનાવી આપ્યા હોવાથી રૂપિયા પરત માગતા પિતા પુત્ર દ્વારા મહિલા ફોટા અને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ ઠગ પિતા-પુત્ર વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સાર્થી ટેનામેન્ટમાં રહેતા સોનલબેન અરવિંદભાઈ પટેલે ( ઉ.વ.45) નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વાઘોડીયા રોડ પિતાંબર ટાઉનશીપમાં એ ન્ટીક બ્યુટી કેર નામથી બ્યુટી પાર્લર કરી મારા પરીવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2014માં સોશિયલ મીડિયા પર કેતુલ પટેલની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી. જે તેમણે ન સ્વીકારતા આ સામાવાળાનો તેમને મેસેજ આવેલો કે બ્યુટી પાર્લર માટે વાત કરવી છે.

મારી બહેનનું લગ્ન છે તો મારા પરીવારની સ્ત્રીઓને મેકઅપ કરીને તૈયાર થવાનું છે તો તમે મને તમારો કોન્ટેક નંબર મોકલી આપો. જેથી નંબર મેળવ્યાં બાદ તેઓ ગુડ મોનિંગ અને હાઈ હેલ્લોના મેસેજ કરતાં હતા અને મને તેઓએ મારી સાથે વાત કરવાનું તેઓને ગમે છે તેમ જણાવતાં હતા.

ત્યારબાદ કેતુલે પટેલે કહ્યું હતું કે, તમારે વિદેશ જવુ હોય તો જણાવજો તેમ વાત કરી હતી. જેથી મહિલાએ વિદેશ જવામાં રસ હોવાથી તેમણે પણ યુકે જવા માટે જણાવ્યું હતું. જેથી તેમણે વિદેશના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂપિયા 19.58 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ તેમના પર ક્રોસ લેટર વોટ્સએપ પર મોકલી ડિલીટ કરી નાખ્યો હતો.

ઘણો સમય થઇ ગયો હોવાં કોઇ વિઝા બનાવી આપ્યાં ન હતા. જેથી મહિલાએ રૂપિયાની પરત માગણી કરતા તેમની સાથે ફોટા તથા વિડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો. આમ વિઝા નહી બનાવી આપીને કેતુલ પટેલ તથા કનુ પટેલ દ્વારા રૂપિયા 19.58 લાખની છેતરપિંડી આચરી હતી, જેથી પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments