ઉમરાયા ગામે ચૂંટણીની અદાવતમાં વર્તમાન સરપંચ અને પરિવાર પર જીવલેણ હુમલો; 18 સામે ફરિયાદ

પાદરા તાલુકાના ઉમરાયા ગામે ચૂંટણીની જૂની અદાવતને લઈને ગંભીર હિંસાની ઘટના સામે આવી

MailVadodara.com - Fatal-attack-on-current-sarpanch-and-family-in-Umraya-village-amid-election-feud-Complaint-against-18

- 'ચૂંટણીમાં ભલે અમે હારી ગયા, પણ રાજ તો અમારું જ' કહી ચૂંટણીની અદાવતમાં હુમલો

- સામા પક્ષના ભૂપેન્દ્રસિંહ અને તેમના સાથીદારોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લાકડીઓ, પાવડા અને ધારિયા જેવા જીવલેણ હથિયારો સાથે સરપંચ અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઉમરાયા ગામે ચૂંટણીની જૂની અદાવતને લઈને ગંભીર હિંસાની ઘટના સામે આવી છે. ગામના વર્તમાન સરપંચ અર્જુનસિંહ મંગળસિંહ પઢીયાર અને તેમના પરિવારના સભ્યો પર ગામના જ પૂર્વ સરપંચ અને તેમના ટેકેદારો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પાદરા પોલીસે સામસામે 18 આરોપીઓ સામે બે ગુના દાખલ કર્યા છે.

બંને પક્ષો વચ્ચે ગત સાંજે આ ઘટના બની હતી. જેમાં સરપંચ અર્જુનસિંહ પઢીયાર મેલડી માતાના મંદિરે હવનમાં હાજરી આપી રહ્યા હતા, ત્યારે તેમને માહિતી મળી કે તેમના ભત્રીજા ધવલની બાઇક પૂર્વ સરપંચ ભૂપેન્દ્રસિંહની બુલેટ સાથે ભટકાતા ઝઘડો થયો છે. સરપંચ સ્થળ પર પહોંચતા જ મામલો બિચક્યો હતો.

સામા પક્ષના ભૂપેન્દ્રસિંહ અને તેમના સાથીદારોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લાકડીઓ, પાવડા અને ધારિયા જેવા જીવલેણ હથિયારો સાથે સરપંચ અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ચૂંટણીમાં ભલે અમે હારી ગયા, પણ રાજ તો અમારું જ ચાલશે તેમ કહી બેફામ ગાળો ભાંડી હતી. આ ઘટનામાં સરપંચ અર્જુનસિંહને નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના ભાઈ ચંદુભાઈને માથાના પાછળના ભાગે પાવડાનો ફટકો વાગતા લોહીલુહાણ થયા હતા.પરિવારના અન્ય સભ્યોને પણ લાકડીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો.

હુમલાખોરોએ જતી વખતે એવી ધમકી પણ આપી હતી કે, જો હવે પછી ચૂંટણીમાં ફોર્મ ભરીશ તો તને જાનથી મારી નાખીશું. ઘટના બાદ 108 અને પોલીસને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાદરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વધુ ગંભીર ઇજાઓને કારણે સરપંચ અર્જુનસિંહને વાસણા-ભાયલી રોડ પરની ખાનગી કંપનીમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે તેમના ભાઈ અને ભત્રીજાને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ પાદરા પોલીસે બંને પક્ષે બે ફરિયાદ નિધિ છે જેમાં આરોપી તરીકે 18 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બે જૂથ અથડામણ આરોપી

ધવલભાઈ શૈલેષભાઈ ચાવડા

અર્જુનસિંહ મંગળસિંહ પઢિયાર

રવિ ભરતભાઈ પઢિયાર

સુનિલ અર્જુનસિંહ પઢિયાર

કિરણ ચંદુભાઈ પઢિયાર (તમામ રહે ઉમરાયા, તા પાદરા, જી વડોદરા ગ્રામ્ય)

સરપંચે નોંધાવેલ ફરિયાદના આરોપી

ભુપેન્દ્રસિંહ પૂજાભાઈ સિંધા

ભારતસિંહ ગુલાબસિંહ સિંધા

રણજીતસિંહ ગુલાબસિંહ સિંધા

નિતેશ ભારતસિંહ સિંધા

મુકેશભાઈ પૂજાભાઈ સિંધા

અક્ષિતાબેન રણજીતસિંહ ગુલાબસિંહ સિંધા

મહેશભાઈ જીવાભાઈ પઢિયાર

મંજુલાબેન ઉર્ફે મન્ની ગુલાબસિંહ સિંધા

ભારતસિંહ કોમલસિંહ સિંધા

સંજય પ્રવીણભાઈ સિંધા

રાજુભાઈ મોહનભાઈ પઢિયાર

કપિલાબેન તે રાજુભાઈ મોહનભાઈ પઢિયાર

કિલીપસિંહ જીવાભાઈ પઢિયાર

Share :

Leave a Comments