વડોદરામાં 17 વર્ષની હિન્દુ સગીરાને લગ્નની લાલચે ભગાડી જઇ દુષ્કર્મ ગુજારનાર ફરદીન ઘાંચીની ધરપકડ

સમીયાલા ગામે રહેતા યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો

MailVadodara.com - Fardeen-Ghanchi-who-abducted-and-raped-a-17-year-old-Hindu-girl-in-Vadodara-with-the-lure-of-marriage-arrested

- ગોત્રી પોલીસે દુષ્કર્મ ગુજારનાર યુવક અને સગીરાને શોધી કાઢ્યા બાદ આરોપીની ધરપકડ કરી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી

વડોદરા જિલ્લાના સમીયાલા ગામે રહેતા યુવકે હિન્દુ 17 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને તેનું અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ અલગ-અલગ જગ્યાઓ પર તેના સંબંધીના ઘરે રાખીને તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ગોત્રી પોલીસે દુષ્કર્મ ગુજારનાર યુવક અને સગીરાને શોધી કાઢ્યા બાદ આરોપીની ધરપકડ કરી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.


વડોદરા જિલ્લાના સમિયાલા ગામે રહેતા ફરદીન ફિરોજ ઘાંચી (ઉં.વ.21) વડોદરામાં આરઓની દુકાનમાં નોકરી કરે છે અને સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ કરી છે. ત્યારે આ સોશિયલ મીડિયા દ્વારા આ યુવકનો 17 વર્ષીય સગીરા સાથે સંપર્ક થયો હતો. તે દરમિયાન યુવકે સગીરા સાથે સતત ચેટિંગ કરીને કોલ કરવા માટે મોબાઇલ નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ સગીરા સાથે યુવક મીઠી-મીઠી વાતો કરીને તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને યુવક ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ તેમની દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેથી ગોત્રી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સગીરા અને યુવકની શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન ગોત્રી પોલીસ દ્વારા બંને શોધી કાઢ્યા હતા. દરમિયાન પોલીસે સગીરાની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં સગીરાએ કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી યુવક તેની સાથે પ્રેમ સંબંધમાં હતો. ત્યારે મને ફરવા લઈ જવાના બહાને તેના અલગ વિસ્તારોમાં રહેતા સંબંધીઓના ઘરે રાખતો હતો અને લગ્નની લાલચ આપીને મારી સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવ્યું હતું. ગોત્રી પોલીસે સગીરાને તેના માતા પિતાને સોંપ્યા બાદ આરોપી ફરદીન ઘાંચીની ધરપકડ કરી મેડિકલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Share :

Leave a Comments