વડોદરા ગ્રામ્યમાંથી બોગસ તબીબ ઝડપાયો, ખોટી ડિગ્રીના આધારે ખાનગી દવાખાનું ચલાવતો હતો

વડુ પોલીસે માહિતી આધારે બે પંચોની હાજરીમાં આ જગ્યાએ તપાસ હાથ ધરી હતી

MailVadodara.com - Fake-doctor-caught-from-Vadodara-village-was-running-a-private-hospital-based-on-a-fake-degree

- વડુ પોલીસે એલોપેથી અને હોમિયોપેથી દવાઓ સહિત 1.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો


વડોદરા ગ્રામ્ય જિલ્લામાં બોગસ ડોકટરો સામે વડુ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે વડુ પોલીસે દરોડો પાડી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી એલોપેથી અને હોમિયોપેથી દવાઓ તેમજ મેડિકલ સાધનો સહિત રૂ. 1,18,960ની રોકડ જપ્ત કરી છે.


વડુ પોલીસને બાતમી મળી હતી કે, વડુ ગામના સરદાર ચોક પાસે વાણિયા શેરીમાં રહેતો અલ્કેશકુમાર રમણભાઈ ચૌહાણ (ધોબી, ઉં.વ. 48) નામનો શખ્સ ખોટી ડિગ્રીના આધારે ખાનગી દવાખાનું ચલાવી રહ્યો છે. આ માહિતીના આધારે, વડુ પોલીસે બે પંચોની હાજરીમાં આ જગ્યાએ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન, અલ્કેશકુમાર પાસેથી એલોપેથી અને હોમિયોપેથી દવાઓ, મેડિકલ સારવાર માટેના સાધનો તેમજ 1,18,960 રોકડા મળી કુલ 1,18,960નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.


આરોપી અલ્કેશકુમાર રમણભાઈ ચૌહાણ (ધોબી) વિરુદ્ધ વડુ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 125, 319 (2), ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956ની કલમ 15 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30, 33 મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments