વડસર બ્રિજ પર ભારે ટ્રાફિક વચ્ચે એન્જિનિયરોએ માત્ર 2 કલાકમાં ગર્ડર લોન્ચિંગની પ્રક્રિયા પૂર્ણ કરી

અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ હાલ પૂરજોશમાં

MailVadodara.com - Engineers-complete-girder-launching-process-in-just-2-hours-amid-heavy-traffic-on-Vadsar-Bridge

- જટિલ કામગીરીમાં ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો, વડસર રોડ ઓવરબ્રિજ પર 40 મીટર લાંબા ગર્ડરને લોન્ચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશનોના નિર્માણની સાથે નદીઓ અને વ્યસ્ત રોડ પર બ્રિજ બનાવવાની કામગીરી પણ અત્યંત ઝડપથી આગળ વધી રહી છે. તાજેતરમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા વડોદરામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કરવામાં આવ્યું છે.


વડસર રોડ ઓવરબ્રિજ પર 40 મીટર લાંબા ગર્ડરને લોન્ચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સ્થળ ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત પડકારજનક હતું, કારણ કે આ એક વ્યસ્ત શહેરી કોરિડોર છે. આ રૂટ પરથી દરરોજ 100થી વધુ ટ્રેનો પસાર થાય છે. જ્યારે 70,000 વાહનની પણ અવરજવર રહે છે.


આ જટિલ કામગીરી માટે ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ (FSLM)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિની મદદથી એન્જિનિયરોએ ભારે ટ્રાફિક વચ્ચે પણ માત્ર 2 કલાક અને 13 મિનિટના ટૂંકા ગાળામાં ગર્ડર લોન્ચિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારે આ જ પ્રકારે અત્યાધુનિક મશીનરી દ્વારા બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું છે, જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ગતિમાં વધારો કરી રહ્યું છે.

Share :

Leave a Comments