- દોઢ મહિના પહેલાં 50 ગ્રામ ગાંજા સાથે પકડાયેલા હતા
માંજલપુર વિસ્તારમાં દોઢ મહિના પહેલાં ગાંજા સાથે પકડાયેલા વૃધ્ધ ફરીથી ગાંજા સાથે ઝડપાયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, માંજલપુરમાં પારસી ભીસ્તા વિસ્તારમાં રહેતા હરિભાઇ મોહનભાઇ કહાર તેના ઝૂંપડાંમાં ગાંજો રાખીને છૂટક વેચાણ કરતો હોવાની માહિતી મળતાં એસઓજીના પીઆઇ બીડી જીતિયાએ ટીમ મોકલી દરોડો પડાવ્યો હતો. આ દરમિયાન ઝૂંપડાંમાંથી રૂપિયા ૬૦ હજારની કિંમતનો ૧ કિલો ૨૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.પોલીસે તેની ધરપકડ કરી સપ્લાયરની તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, દોઢ મહિના પહેલાં પણ હરિભાઇ મોહનભાઇ કહાર ૫૦ ગ્રામ ગાંજા સાથે પકડાયા હતા. જ્યારે, તે પહેલાં પણ તેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના બે કેસ થયા હતા.


