વડોદરા RTOમાં ગોલ્ડન અને સિલ્વર નંબરોનું 15 નવેમ્બર, 2025થી ઈ-ઓક્શન શરૂ થશે

વડોદરા RTO કચેરી પસંદગીના નંબરોની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શનની શરૂઆત કરશે

MailVadodara.com - E-auction-of-Golden-and-Silver-Numbers-in-Vadodara-RTO-to-start-from-November-15-2025

- પસંદગીના નંબરો લેવા માંગતા વાહન માલિકો http//parivahan.gov.in/fency પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે

વડોદરા RTO કચેરી ટુ-વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને અન્ય સિલેક્ટેડ નંબરોની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શનની શરૂઆત કરશે. આ અંગેની નવી સિરીઝ GJ06SMના નંબરો માટે આગામી તારીખ 15 નવેમ્બર, 2025થી ઈ-ઓક્શન શરૂ થશે. પસંદગીના નંબરો લેવા માંગતા વાહન માલિકો http//parivahan.gov.in/fency પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે.

ઈ-ઓક્શનની મહત્વની તારીખો અને સૂચનાઓ

રજિસ્ટ્રેશન અને અરજીનો સમયગાળો 15 નવેમ્બર, 2025, બપોરે 4.00 વાગ્યાથી 17 નવેમ્બર, 2025 બપોરે 3.59.59 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન અને અરજી કરવાની રહેશે.

બિડિંગનો સમયગાળો 17 નવેમ્બર, 2025, બપોરે 4.00 વાગ્યાથી 19 નવેમ્બર, 2025 બપોરે 4.00 વાગ્યા સુધી બિડિંગ ઓપન રહેશે.

મહત્વની સૂચના ફક્ત એવા અરજદારો જ હરાજીમાં ભાગ લઈ શકશે કે જેમના વાહનના સેલ લેટરની તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ જમા કરાવવામાં આવ્યું હશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. વધુ માહિતી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે http//parivahan.gov.in/fency પર મુલાકાત લેવા જણાવાયું છે.

Share :

Leave a Comments