ગોરવા ટાંકી અને વૃંદાવન ચાર રસ્તા વિસ્તારોમાં કામગીરીને પગલે કાલે પાણીનો કકળાટ સર્જાશે

12મીએ સવારે પાણી વિતરણ બાદ કામગીરી હાથ ધરાશે, 13મીએ પાણી વિલંબ-ઓછા પ્રેશરથી મળશે

MailVadodara.com - Due-to-the-work-in-Gorwa-tank-and-Vrindavan-four-road-areas-there-will-be-water-shortage-tomorrow

- ગોરવા ટાંકી ખાતે પાણીના જોડાણની અને વૃંદાવન ચાર રસ્તા વિસ્તારમાં HSCF પમ્પની કામગીરીને લઈ પાણીકાપ અને આ વિસ્તારના લોકોને ઓછા પ્રેશરથી પાણી મળશે

વડોદરા શહેરમાં પાણી પુરવઠા શાખા દ્વારા ગોરવા ટાંકી ખાતે પાણીના જોડાણની કામગીરી અને શહેરના પૂર્વ ઝોનમાં આવેલ વૃંદાવન ચાર રસ્તા ખાતે HSCF પમ્પની કામગીરીને લઈ પાણીકાપ અને આ વિસ્તારના લોકોને ઓછા પ્રેશરથી પાણી મળશે.

શહેરના ગોરવા ટાંકી નજીક રોયલ પાર્ક સોસાયટી પાસે નવીન નાંખેલી 300 મીમી વ્યાસની પાણીની પાઇપને હયાત ડિલીવરી લાઈન સાથે જોડવાની કામગીરી તારીખ 12/06/2025 (ગુરુવાર)ના રોજ સવારના પાણી વિતરણ બાદ હાથ ધરાશે. આ કામગીરીને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ પર અસર થશે.

12 જૂને ગોરવા ગામ, ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર, ગોરવા બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્ષ વિસ્તાર, સત્યમ એપાર્ટમેન્ટ, આઈ.ટી.આઈ. પાસેનો વિસ્તાર સાથે, ગોરખનાથ મહાદેવ મંદિરથી નવાયાર્ડ તરફનો સમગ્ર વિસ્તાર, બાપુની દરગાહની પાછળથી મધુનગર ચાર રસ્તા તરફનો વિસ્તાર, આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તાની જમણી બાજુ, પંચવટી ચાર રસ્તાથી મધુનગર ચાર રસ્તા તરફનો સમગ્ર વિસ્તારમાં પાણી કાપ રહેશે.

જ્યારે 13/06/2025 (શુક્રવાર) સવારના સમયે પાણી વિતરણ નિયત સમય કરતાં વિલંબથી, ઓછા દબાણથી અને ઓછા સમય માટે થશે. આ વિસ્તારના નાગરિકોને જણાવવામાં આવે છે કે, આ બાબતની નોંધ લઈ સહકાર આપવા અને પાણીનો અગાઉથી સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવી છે.

વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં આવેલ વૃંદાવન ચાર રસ્તા પાસેના સંખેડા દશાલાડ ભવન ઓનલાઈન બુસ્ટર ખાતે HSCF પમ્પની દુરસ્તીની કામગીરી તારીખ 12/06/2025 (ગુરુવાર) ના રોજ સવારના પાણી વિતરણ બાદ હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે નીચેના વિસ્તારોમાં પાણી વિતરણ પર અસર થશે.

અસરગ્રસ્ત વિસ્તારો જેવા કે ઉકાજી વાડિયું, હરિયાલી હોટલની પાછળની સોસાયટી, મયુર સોસાયટી અને આસપાસનો વિસ્તાર, સંખેડા દશાલાડ ભવન બુસ્ટરની પાછળનો વિસ્તારમાં નહિવત દબાણ/હળવા દબાણથી પાણી વિતરણ થશે. આ વિસ્તારના નાગરિકોને જણાવવામાં આવે છે કે, આ બાબતની નોંધ લઈ, કામગીરી દરમિયાન સહકાર આપવા અને પાણીનો અગાઉથી સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવે છે.

Share :

Leave a Comments