આકરી ગરમીના પગલે વડોદરા સહિત મધ્ય ગુજરાતની વીજ માગમાં 12 દિવસમાં 400 મેગાવોટનો વધારો..!!

માર્ચ મહિનામાં જ મે મહિના જેવી પડી રહેલી ગરમીથી શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા

MailVadodara.com - Due-to-severe-heat-the-electricity-demand-of-central-Gujarat-including-Vadodara-increased-by-400-MW-in-12-days

- પીક અવર્સમાં મધ્ય ગુજરાતની વીજ માગ 1971 મેગાવોટ હતી અને તે 12 માર્ચે 2373 મેગાવોટ પર પહોંચી

માર્ચ મહિનામાં જ મે મહિના જેવી પડી રહેલી ગરમીથી શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે. હીટવેવના કારણે વડોદરા સહિત મધ્ય ગુજરાતની વીજ માગમાં છેલ્લા 12 દિવસમાં જ 400 મેગાવોટ જેટલો જંગી વધારો નોંધાયો છે.

મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે હીટવેવ શરૂ થયો તે પહેલા 1 માર્ચે પીક અવર્સમાં મધ્ય ગુજરાતની વીજ માગ 1971 મેગાવોટ હતી અને તે 12 માર્ચે 2373 મેગાવોટ પર પહોંચી છે.

અસહ્ય ગરમીના કારણે લોકોએ પૂરજોશમાં પંખા, કૂલર અને એસીનો ઉપયોગ શરૂ કરી દીધો હોવાથી વીજ માગમાં વધારો નોંધાઈ રહ્યો છે. વીજ માગમાં થયેલા વધારામાં તો 134 મેગાવોટનો વધારો તો ઘરેલુ વીજ માગ વધી હોવાના કારણે થયો છે. આ સિવાય 64 મેગાવોટ વીજ માગ ગ્રામ્ય વિસ્તારની પણ વધી છે.ઓફિસો અને ઉદ્યોગોની વીજ માગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વીજ કંપની સૂત્રોનું કહેવું છે કે, માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં વીજ માગમાં 400 મેગાવોટ જેટલો વધારો અગાઉ ક્યારેય નોંધાયો નથી.

Share :

Leave a Comments