ચૂંટણીની કામગીરીને પગલે આગામી તા. 27 એપ્રિલે વડોદરા RTO કચેરીની તમામ કામગીરી બંધ રહેશે

RTO કચેરીના સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવતા સોમવારે કામગીરી સ્થગિત કરાઇ

MailVadodara.com - Due-to-election-work-all-operations-of-Vadodara-RTO-office-will-be-closed-on-April-27

- અરજદારોની તા.27 એપ્રિલની ડ્રાઇવિંગ લાયસન્સ કે વાહન સંબંધિત તમામ એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરાઇ, નવી અપોઈન્ટમેન્ટ માટે રજિસ્ટર્ડ મોબાઈલ પર મેસેજ કરવામાં આવશે

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની કામગીરીને ધ્યાનમાં રાખીને વડોદરા RTO કચેરી દ્વારા એક દિવસ માટે કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ઓફિસ કામકાજ શરૂ રહેશે પરંતુ અરજદારોની કામગીરી સ્ટાફ ન હોવાથી નહીં થાય જેથી ધક્કો ન પડે તે માટે આ સૂચન જારી કરવામાં આવી છે.

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં RTO કચેરીના સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. જેથી આગામી તારીખ 27/04/26 ના રોજ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન તેમજ ચલણ સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે.

આ સાથે જે અરજદારોએ 27 એપ્રિલની ડ્રાઇવિંગ લાયસન્સ કે વાહન સંબંધિત એપોઇન્ટમેન્ટ લીધેલી હતી, તે તમામ રીશેડ્યુલ કરવામાં આવી છે. નવી તારીખ અંગે અરજદારોને તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા કરવામાં આવશે. આરટીઓ કચેરી ચૂંટણીની કામગીરી પૂર્ણ થયા બાદ, તારીખ 28/04/26 થી કચેરી રાબેતા મુજબ કાર્યરત થશે.

Share :

Leave a Comments