વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર મહારાષ્ટથી ઝડપાયો

ફતેગંજ બ્રિજ નીચે જુલાઈ 2024માં પોલીસે ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો

MailVadodara.com - Drug-peddler-who-supplied-MD-drugs-worth-Rs-12-lakh-in-Vadodara-arrested-from-Maharashtra

વડોદરામાં એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર લાંબા સમયથી ફરાર સપ્લાયરને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો છે.

વડોદરાના ફતેગંજ બ્રિજ નીચે જુલાઈ 2024માં પોલીસે એક કારમાંથી રૂપિયા 12.40 લાખની કિંમતનું 124 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરી અસલમ મિયા સૈયદ (રહે. ભીખર ગામ, ઊંઝા, મહેસાણા) અને જીતેન્દ્ર ખમાર (રહે. મોદી ડેરીની ઉપર, ફતેગંજ સદર બજાર, મૂળ રહે.ખોખરવાડી ખેરાલુ) ને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આ ડ્રગ્સ મોહમ્મદ ઇમરાન ઉર્ફે ઇમરાન ચિકના રેહાન અહેમદ અન્સારી (રહે. નારાયણ નગર, કુર્લા વેસ્ટ, મુંબઈ) દ્વારા સપ્લાય કરવામાં આવી હોવાની વિગતો ખુલતા તેને વોન્ટેડ જાહેર કરી પોલીસ દ્વારા વારંવાર તપાસ કરવામાં આવતી હતી. હાલમાં તે કાશી ગામ પોલીસ દ્વારા કરાયેલા એક કરોડના ડ્રગ્સ કેસમાં થાણે જેલમાં હોવાની વિગતો મળતા પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

Share :

Leave a Comments