વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર આઇશર ગાડી ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી જતાં ડ્રાઇવરનું મોત

અમદાવાદથી મુંબઈ જઈ રહેલી આઇશર ગાડીનો તરસાલી બ્રિજથી જામ્બુઆ બિજ પાસે અકસ્માત

MailVadodara.com - Driver-dies-after-Eicher-vehicle-rams-into-parked-truck-on-National-Highway-passing-near-Vadodara

- ફાયર વિભાગની GIDC ટીમે દોઢ કલાકની જહેમત બાદ આઇશર ચાલક મોહમદ ફારુન મોહમદ કલ્લન શેખનો મૃતદેહને બહાર કાઢ્યો, મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં અમદાવાદથી મુંબઈ જઈ રહેલી આઇશર ગાડી તરસાલી બ્રિજથી જામ્બુઆ બિજ તરફ જતા ગોપાલ કૃષ્ણા હોટલની સામે ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી જતા કેબીનનું કચ્ચરઘાણ વળી જતા ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો. આ બનાવ અંગે જાણ થતા તાત્કાલિક વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી દોઢ કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.

આ અકસ્માતમાં વડોદરા ફાયર વિભાગની GIDC ટીમે તાત્કાલિક પહોંચી દોઢ કલાકની ભારે જહેમત બાદ આઇશર ચાલક મોહમદ ફારુન મોહમદ કલ્લન શેખ (ઉંમર વર્ષ 43, રહે સત્યમ શેઠની ચાલ, કામત ઘર, ભીવંડી મહારાષ્ટ્ર)ના મૃતદેહને બહાર કાઢ્યો હતો.


આ અકસ્માતને લઈ કપુરાઇ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે લોહીથી લથબથ ડ્રાઇવરને દોઢ કલાક સુધી વિવિધ કટર અને ટૂલની મદદથી કેબિનમાંથી બહાર કાઢ્યો હતો. આ અકસ્માત થતા ડ્રાઈવર સ્થળ પર જ કેબિનમાં ફસાઈ જતા મોત નીપજ્યું હતું. વહેલી સવારે અકસ્માત થયો હોવાથી મોટી જાનહાનિ ટળી છે.


આ અકસ્માતમાં મૃતક આઇશર ડ્રાઇવરના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ડ્રાઈવરનો પરિવાર મહારાષ્ટ્રમાં રહેતો હોવાથી આઇશર માલિકને જાણ કરી છે અને તેઓ મૃતદેહ લેવા માટે વડોદરા રવાના થયા છે. આ અકસ્માત મામલે કપુરાઇ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Share :

Leave a Comments